GSTV
Gujarat Government Advertisement

વેક્સિન લેવા સમયે મોદીએ નર્સો સાથે કરી હસી મજાક, વેક્સીન માટે જરા લાંબી સોય વાપરજો, કારણકે નેતાઓની ચામડી જરા જાડી હોય

Last Updated on March 1, 2021 by

આજથી દેશમાં કોરોના વાયરસ સામે રસીકરણના બીજા તબક્કાની શરૂઆત થઈ છે. આ તબક્કે 60 વર્ષથી વધુ ઉંમરના અને ગંભીર બીમારીથી પીડાતા લોકોને રસી આપવામાં આવશે. તેમજ ખાનગી હોસ્પિટલોમાં પણ લોકો રસી લગાવી શકશે. આ શ્રેણીમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી સોમવારે દિલ્હીની એઈમ્સ હોસ્પિટલમાં પહોંચ્યા અને કોવાકસિનનો પહેલો ડોઝ લીધો. પીએમ મોદી આજે સવારે જ કોઈ શોરશરાબા વગર કોરોના વેક્સીન મુકાવવા માટે એઈમ્સ ખાતે પહોંચી ગયા હતા.

નર્સો સાથે પીએમ મોદીએ પોતાના આગવા અંદાજમાં હસી મજાક કરી

જોકે વેક્સીન મુકાવતી વખતે પણ નર્સો સાથે પીએમ મોદીએ પોતાના આગવા અંદાજમાં હસી મજાક કરી હતી. પીએમ મોદીએ એક તબક્કે તો એવી મજાક કરી હતી કે, વેક્સીન મુકી રહેલી બંને નર્સો પોતાનુ હસવુ રોકી શકી નહોતી.

પીએમ મોદી વેક્સીન મુકાવતી વખતે બહુ સામાન્ય હતા

પીએમ મોદીને વેક્સીન મુકનાર એક નર્સ સિસ્ટર પી નિવેદાએ કહ્યુ હતુ કે, પીએમ મોદી વેક્સીન મુકાવતી વખતે બહુ સામાન્ય હતા અને તેઓ હસી મજાક પણ કરી રહયા હતા. તેમણે અમને પૂછ્યુ હતુ કે, અમે મૂળે ક્યાંના રહેવાસી છે. તમારું નામ શું છે. તે પછીથી પીએમ મોદીએ હસી મજાક કરતાં કહ્યું કે, શું તે પશુઓ માટે ઉપયોગમાં લેવાતી સોઈનો ઉપયોગ કરશે. પીએમ મોદીની મજાકને પહેલા તો નર્સ સમજી શક્યા નહોતા.

રસી લાગી ગઈ, પરંતુ મને કોઈ અહેસાસ ન થયો

આ પછી પીએમ મોદીએ કહ્યુ હતું કે, વેક્સીન માટે જરા લાંબી સોય વાપરજો, કારણકે નેતાઓની ચામડી જરા જાડી હોય છે. એના પર નર્સ પોતાનું હસવું રોકી શકી નહોતી. પીએમ મોદીએ જ્યારે વેક્સિન લેવાઈ ગયી તો તેમણે નર્સને કહ્યું, રસી લાગી ગઈ, પરંતુ મને કોઈ અહેસાસ ન થયો. વેક્સિનેશન દરમિયાન પીએમ મોદી હસતા રહ્યા હતા. એ પછી પીએમ મોદીએ ડાયરીમાં નોંધ પણ કરી હતી.

વિપક્ષી નેતાઓ અલગ અલગ પ્રકારના પ્રત્યાઘાત આપી રહ્યા

પીએમ મોદીએ વેક્સીન મુકાવ્યા બાદ હવે ફરી એક વખત કોરોના વેક્સીનનો મુદ્દો દેશમાં ગાજી રહ્યો છે. બીજી તરફ રાજકીય મોરચે તેના પર રાજનીતિ પણ શરુ થઈ ચુકી છે અને વિપક્ષી નેતાઓ અલગ અલગ પ્રકારના પ્રત્યાઘાત આપી રહ્યા છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

અક્ષયે કોરોના સામે જીતી જંગ, 7 દિવસની સારવાર બાદ ઘરે પરત ફર્યો

ગીર-સોમનાથના ગામડાઓ વળ્યાં સ્વયંભૂ લોકડાઉન તરફ, 4 વાગ્યા બાદ આ ગામોમાં સજ્જડબંધનો નિર્ણય

ફફડાટ/ દિલ્હી-મુંબઇ બાદ નાના શહેરોમાં ઝડપથી ફેલાઇ રહ્યો છે કોરોના, આ 3 રાજ્યોમાં સૌથી વધુ ખતરો