Last Updated on April 6, 2021 by
એક તરફ પશ્ચિમ બંગાળમાં ત્રીજા તબક્કાનું મતદાન ચાલી રહ્યું છે ત્યારે બીજી બાજુ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કૂચબિહાર ખાતે ચૂંટણી સભાને સંબોધિત કરી હતી. વડાપ્રધાને ભૂતકાળની એક ઘટના વાગોળતા કહ્યું કે, બે વર્ષ પહેલા ટીએમસીએ અહીં રેલીમાં અડિંગો જમાવ્યો હતો પરંતુ હવે ટીએમસી ક્યાંય દેખાઈ નથી રહી.
તો નોટિસ આવી જાત..
વડાપ્રધાને કહ્યું કે, મમતા બેનર્જીએ ખુલ્લેઆમ મુસ્લિમોના મત માંગવા પડે છે, આ બતાવી આપે છે કે મુસ્લિમ મત બેંક તમારા હાથમાંથી છટકી રહી છે. જો અમે કહ્યું હોત કે તમામ હિંદુઓ એક થઈ જાઓ અને બીજેપીને મત આપો, તો અમને ચૂંટણી પંચની નોટિસ મળી જાત. વડાપ્રધાને મમતા બેનર્જીએ તમામ મુસ્લિમોને એક થઈ જવા કહ્યું હોવાનો આરોપ લગાવ્યો હતો.
રેલીમાં વડાપ્રધાને કહ્યું કે, ‘હવે દીદી ઈવીએમને પણ ગાળો આપી રહ્યા છે, પરંતુ તમે એ જ ઈવીએમ વડે જીત્યા હતા ત્યારે કશું નહોતું થયું. તેનાથી સ્પષ્ટ છે કે તમે ચૂંટણી હારી ચુક્યા છો. મમતા બેનર્જી કહે છે કે, લોકો પૈસા લઈને બીજેપીની રેલીમાં આવી રહ્યા છે, દીદી બંગાળના લોકોનું અપમાન કરી રહ્યા છે.’
આ સાથે જ વડાપ્રધાને દીદીને તિલક લગાવનારાઓ અને ભગવા પહેરનારાઓથી તકલીફ હોવાનો આરોપ લગાવ્યો હતો.
દીદી પુછે છે, શું બીજેપી જ ભગવાન છે?
વડાપ્રધાને કહ્યું કે, બીજી મેના રોજ જ્યારે બંગાળમાં ભાજપની સરકાર બની જશે ત્યારે વિકાસના અભિયાનને તેજ કરવામાં આવશે. બંગાળમાંથી દીદીની વિદાય નક્કી થઈ ગઈ છે. પહેલા બે તબક્કા અને આજના તબક્કામાં ભાજપની લહેર ચાલી રહી છે.
વડાપ્રધાને કહ્યું કે, ‘દીદી હાલ એક સવાલ પુછી રહ્યા છે કે, શું ભાજપ ભગવાન છે કે તેને વિજયની ખબર પડી ગઈ છે. દીદી અમે તો સામાન્ય લોકો છીએ. જનતા જ ભગવાનનું સ્વરૂપ છે, તેમનાથી જ ખબર પડે છે કે હવાની દિશા શું છે. દીદી તમારો ગુસ્સો, વ્યવહાર અને વાણી જોઈને બાળક પણ ટીએમસી ચૂંટણી હારી ગયું છે તેમ કહી શકે.’
વડાપ્રધાને કહ્યું કે, જ્યારે મમતા દીદીએ પોલિંગ બૂથમાં ખેલા કર્યું ત્યારે જ દેશે તે હારી ગયા હોવાનું માની લીધું હતું. હવે મમતા દીદી વારાણસીથી ચૂંટણી લડવાની વાત કરે છે, મતલબ કે ટીએમસી અહીંથી સાફ થઈ ગઈ છે. મમતા બેનર્જીએ પોતાનું રાજકારણ કરવા બંગાળથી બહાર જવું પડશે.
ALSO READ
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31