GSTV
Gujarat Government Advertisement

કામનું / આ સ્કીમમાં કોઈપણ પૈસા ખર્ચ કર્યા વિના વર્ષે મેળવી શકો છો 42,000 રૂપિયાની આવક, કમાણી કરવાની છે આ રીતો…

Last Updated on March 8, 2021 by

જો તમે કેન્દ્ર સરકારની પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ એટલે કે, PM Kisan Yojana હેઠળ ખાતુ ખોલાવ્યુ છે તો શુ તમને એ વાતની જાણકારી છે કે, તમે તેના દ્વારા વર્ષે ઓછામાં ઓછા 36000 રૂપિયાનો ફાયદો ઉઠાવી શકો છો. જો તમે આ જાણતા નથી તો આજે અમે તમને જણાવીશુ આ યોજના વિશે. આ યોજના દેશના લધૂ અને સીમાંત ખેડૂતો માટે ખૂબ ફાયદાકારક સાબિત થઈ રહી છે. આ યોજના હેઠળ ખાતુ ખોલાવાના ઘણા ફાયદાઓ છે.

PM Kissan Mandhan Yojana હેઠળ ખાતુ ખોલાવા સાથે તમારુ ઓટોમેટીક માનધન યોજનામાં પણ રજીસ્ટ્રેશન થઈ જાય છે. જેનાથી તમને વર્ષમાં 2 હજાર રૂપિયાના ત્રણ હપ્તામાં આર્થિક મદદ મળવાની સાથે જ પેંશનના રૂપમાં દર મહિને 3 હજાર રૂપિયા પ્રદાન કરવામાં આવશે. આવી રીતે વર્ષમાં તમેને પેંશનના રૂપમાં ઓછામાં ઓછા 36000 રૂપિયાનો ફાયદો થશે. pm kissan smman nidhi yojanaની ઓફિશિયલ વેબસાઈટ www.pmkisan.gov.in પર તેના ખાસ ફીચર્સ માટે જાણકારી આપવામાં આવી છે.

શું છે પીએમ કિશાન યોજના

PM Kissan Mandhan Yojana નાના અને સીમાંત ખેડૂતોને માસિક પેંશન આપવાની સરકારી સ્કિમ છે. સરકારની આ યોજના હેઠળ 60 વર્ષની ઉંમર બાદ ખેડૂતોને દર મહિને 3 હજાર રૂપિયા એટલે 36000 રૂપિયા વર્ષે પેંશન આપવામાં આવે છે. જો pm કિશાન સમ્માન યોજનામાં તમારુ ખાતુ નથી તો તમારે આ પેંશનનો લાભ ઉઠાવવા માટે તમારી ઉંમરના હિસાબે યોગદાન આપવાનું હોય છે. પરંતુ પીએમ કિશાન યોજનામાં ખાતુ છે તો તે હેઠળ મળતા હપ્તામાંથી જ દર મહિનાના હિસાબથી વર્ષનો ફાળો જમા કરાવવાનો વિકલ્પ છે.

આનાથી સારો વિકલ્પ શું છે

પીએમ કિસાન સન્માન યોજના અંતર્ગત 3 હપ્તામાં, ખેડૂતોને 6 હજાર રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવે છે. બીજી તરફ, પેન્શન યોજનામાં દર મહિને ઓછામાં ઓછા 55 રૂપિયા અને વધુમાં વધુ 200 રૂપિયા ફાળવવા પડે છે. આ સંદર્ભમાં, એક વર્ષમાં મહત્તમ ફાળો 2400 રૂપિયા અને લઘુત્તમ ફાળો 660 રૂપિયા છે. મહત્તમ ફાળો રૂ. 6 હજારથી ઘટાડીને 2400 કરો, ત્યારબાદ 3600 રૂપિયા પીએમ સન્માન નિધિના ખાતામાં બાકી રહેશે. હવે 60 વર્ષની વટાવી લીધા બાદ તમને દર મહિને 3 હજાર રૂપિયા પેન્શનનો લાભ મળશે. તે જ સમયે, 2000 ની 3 હપ્તા પણ વર્ષમાં આવશે. આ દૃષ્ટિકોણથી, 60 વર્ષની વય પછી, તમને વર્ષમાં કુલ રૂ. 42,000 મળશે.

દસ્તાવેજની પણ જંજટ નહિ

જો કોઈ ખેડૂત પીએમ કિશાન સમ્માન યોજનાનો લાઈ લઈ રહ્યા છે તો તેને પીએમ કિશાન માનધન યોજના માટે કોઈ દસ્તાવેજ જમા કરાવવાની જરૂર નથી. પીએમ કિશાન સમ્માન નિધિમાં રજીસ્ટ્રેશન સમયે તમારા જરૂરી દસ્તાવેજ સરકાર પાસે જમા થઈ જાય છે. તેમાં માત્ર એ છે કે તમારે પેંશનનો વિકલ્પ પસંગ કરવાનો છે.

read also

Gujarat Government Advertisement

Related posts

અક્ષયે કોરોના સામે જીતી જંગ, 7 દિવસની સારવાર બાદ ઘરે પરત ફર્યો

ગીર-સોમનાથના ગામડાઓ વળ્યાં સ્વયંભૂ લોકડાઉન તરફ, 4 વાગ્યા બાદ આ ગામોમાં સજ્જડબંધનો નિર્ણય

ફફડાટ/ દિલ્હી-મુંબઇ બાદ નાના શહેરોમાં ઝડપથી ફેલાઇ રહ્યો છે કોરોના, આ 3 રાજ્યોમાં સૌથી વધુ ખતરો