GSTV
Gujarat Government Advertisement

શું PM કિસાન સન્માન નિધિ સ્કીમના 2000 રૂપિયા નથી મળ્યા? અહીં કરો ફરિયાદ

કિસાન

Last Updated on April 10, 2021 by

કેન્દ્રની મોદી સરકારે કરોડો ખેડૂતોના ખાતામાં 2000 રૂપિયાની આઠમી ઈએમઆઈ મોકલવાની શરૂ કરી દીધી છે. સરકાર તરફથી દેશના ખેડૂતોને દર વર્ષે 6000 રૂપિયાની આર્થિક સહાયતા આપવામાં આવે છે. જો કોઇ ખેડૂતને સ્કીમ હેઠળ રૂપિયા નથી મળ્યા તો ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે તેની ફરિયાદ કેન્દ્રીય કૃષિ મંત્રાલયને કરી શકાય છે.

કિસાન

અહીં કરે ફરિયાદ, તરત સમાધાન

સૌથી પહેલા તમારે તમારા વિસ્તારને અકાઉન્ટન્ટ અને કૃષિ અધિકારીને સંપર્ક કરો અને તેમને જાણકારી આપો. જો તમારી વાત આ લોકો નથી સાંભળતા, તો તમે હેલ્પલાઇન પર પણ ફોન કરી શકો છો.

ઉલ્લેખનીય છે કે સોમવારથી શુક્રવાર સુધી પીએમ કિસાન હેલ્પ ડેસ્કના ઈ- મેલ pmkisanict@gov.in પર સંપર્ક કરી શકો છો. આ ઉપરાંત 011 23381092 પર ફોન કરી શકાય છે.

કિસાન

ખેડૂતો સતત ફરિયાદ કરી રહ્યા છે

છેલ્લા કેટલાક મહિનાઓથી કિસાન સન્માન નિધિ સ્કીમને લઇને ફરિયાદો આવી રહી છે. ફરિયાદમાં કહેવામાં આવી રહ્યું છે કે રજિસ્ટર્ડ ખેડૂતોને પણ રૂપિયા નથી મળ્યા. એક જ ગામના કેટલાક ખેડૂતોના અકાઉન્ટમાં રૂપિયા આવી ગયા છે, જ્યારે કેટલાક ખેડૂતોના ખાતામાં રૂપિયા નથી આવ્યા. કેટલાક ખેડૂતોના ખાતામાં પ્રથમ હપ્તો આવી ગયો છે, જ્યારે બીજો નથી આવ્યો.

એવા ખેડૂતો સૌથી પહેલા તેમના અકાઉન્ટન્ટ અને કૃષિ અધિકારીને પૂછે કે તેમનું નામ લાભાર્થીઓની યાદીમાં છે કે નહીં. જો ત્યાંથી વાત ના બને તો આ યોજનાના વેલફેર સેક્શનમાં સંપર્ક કરી શકાય છે.

Read Also

Gujarat Government Advertisement

Related posts

અક્ષયે કોરોના સામે જીતી જંગ, 7 દિવસની સારવાર બાદ ઘરે પરત ફર્યો

ગીર-સોમનાથના ગામડાઓ વળ્યાં સ્વયંભૂ લોકડાઉન તરફ, 4 વાગ્યા બાદ આ ગામોમાં સજ્જડબંધનો નિર્ણય

ફફડાટ/ દિલ્હી-મુંબઇ બાદ નાના શહેરોમાં ઝડપથી ફેલાઇ રહ્યો છે કોરોના, આ 3 રાજ્યોમાં સૌથી વધુ ખતરો