Last Updated on March 7, 2021 by
દેશના ખેડૂતોના ખાતામાં ટૂંક સમયમાં જ સરકાર રૂપિયા ટ્રાન્સફર કરવા જઇ રહી છે. પીએમ કિસાન સમ્માન નિધિ સ્કીમ અંતર્ગત દેશના કરોડો ખેડૂતોને સરકાર તરફથી આર્થિક સહાયતા આપવામાં આવે છે. આ સ્કીમમાં વાર્ષિક 6000 રૂપિયા ત્રણ હપ્તામાં આપવામાં આવે છે. આ અંતર્ગત દર વર્ષનો પ્રથમ હપ્તો એક એપ્રિલથી 31 જુલાઇ, બીજો હપ્તો એક ઓગસ્ટથી 30 નવેમ્બર અને ત્રીજો હપ્તો એક ડિસેમ્બરથી 31 માર્ચ વચ્ચે આવે છે. અત્યાર સુધી સરકાર તરફથી 7 હપ્તા રજૂ કરી દેવામાં આવ્યા છે.
તમને જણાવી દઇએ કે, પીએમ કિસાન સમ્માન નિધિ અંતર્ગત લાભ લેનારા ખેડૂતોની સંખ્યા વધીને 11.69 કરોડ થઇ ગઇ છે તો જો તમે હજુ સુધી રજિસ્ટ્રેશન નથી કરાવ્યું તો 31 માર્ચ સુધી તમે પણ રજિસ્ટ્રેશન કરાવી દો. રજિસ્ટ્રેશન કરાવ્યા બાદ જો તમારી એપ્લિકેશન સ્વીકારી લેવામાં આવી તો તમારા એકાઉન્ટમાં 2,000 રૂપિયા આપવામાં આવશે. આ સાથે જ એપ્રિલ-મે મહીનામાં તમને બીજા હપ્તાના પણ પૈસા મળી જશે. આ રીતે ખેડૂતોના એકાઉન્ટમાં સીધા 4000 રૂપિયા મોકલવામાં આવશે.
આ રીતે કરાવી શકશો રજિસ્ટ્રેશન
- તમારે પહેલાં PM Kisan ની ઓફિશિયલ વેબસાઇટ પર જવાનું રહેશે.
- હવે Farmers Corner પર જાઓ.
- અહીં તમને ‘New Farmer Registration’ ના વિકલ્પ પર ક્લિક કરવાનું રહેશે.
- ત્યાર બાદ આધાર નંબર નાખવાનો રહેશે.
- આ સાથે જ કેપ્ચા કોડ નાખીને રાજ્યને પસંદ કરવાનું રહેશે અને પછી પ્રોસેસને આગળ વધારવાની રહેશે.
- આ ફોર્મમાં તમને તમારી પૂરી પર્સનલ જાણકારી ભરવાની રહેશે.
- આ સાથે જ બેંક એકાઉન્ટનું વિવરણ અને ખેતી સાથે જોડાયેલી જાણકારી પણ ભરવાની રહેશે.
- ત્યાર બાદ તમે ફોર્મ પણ સબમિટ કરી શકો છો.
શું છે પીએમ કિસાન સ્કીમ?
પીએમ કિસાન સમ્માન નિધિ અંતર્ગત કેન્દ્ર સરકાર ખેડૂતોને દર વર્ષે 6,000 રૂપિયા ઉપલબ્ધ કરાવે છે. સરકારનો ઉદ્દેશ છે કે, ખેડૂતોની આવક બે ગણી કરવામાં આવે. જેથી કેન્દ્ર સરકાર ખેડૂતોના એકાઉન્ટમાં સીધા જ પૈસા જમા કરે છે. સરકાર આ 6,000 રૂપિયા વર્ષભરમાં 3 હપ્તામાં આપે છે. 4 મહીનામાં એક હપ્તો આવે છે. દરેક હપ્તામાં 2,000 રૂપિયા આપવામાં આવે છે.
READ ALSO :
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31