Last Updated on March 29, 2021 by
પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ યોજના હેઠળ કેન્દ્ર સરકાર દેશના ખેડૂતોના એકાઉન્ટમાં 6 હજાર રૂપિયા વાર્ષિક ટ્રાન્સફર કરે છે. 6 હજાર રૂપિયાની આ રકમ ત્રણ હપ્તામાં સરકાર તરફથી ખેડૂતોના બેંક ખાતામાં સીધી ટ્રાન્સફર કરવામાં આવે છે. આ યોજના હેઠળ રજીસ્ટર્ડ ખેડૂતોને આઠમો હપ્તો હોળી બાદ તેના એકાઉન્ટમાં આવશે. જો તમે પણ આ યોજનાનો લાભ લેવા માટે રજિસ્ટ્રેશન કરાવ્યું હોય તો તમારૂ નામ લાભાર્થિઓની યાદીમાં છે કે નહીં તેની આવી રીતે જાણકારી મેળવો.
લિસ્ટમાં આવી રીતે ચેક કરો તમારૂ નામ
- સૌથી પહેલા તમારે પીએમ કિસાન યોજનાની ઓફિશીયલ વેબસાઈટ https://pmkisan.gov.in ઉપર જવાનું રહેશે.
- તેના હોમપેજ ઉપર તમને Farmers Cornerનો ઓપ્શન દેખાશે.
- Farmers Corner સેક્શનની અંદર તમારે Beneficiaries Listના ઓપ્શન ઉપર ક્લિક કરવાનું રહેશે.
- પછી તમને ડ્રોપ ડાઉન લીસ્ટમાં રાજ્ય, જિલ્લો, ઉપ-જિલ્લો, બ્લોક અને ગામને સિલેક્ટ કરવાનું રહેશે.
- તે બાદ તમારે Get Report ઉપર ક્લિક કરવાનું રહેશે. તે બાદ લાભાર્થિઓને સામે આખુ લિસ્ટ સામે આવશે. જેમાં તે તેનું નામ ચેક કરી શકે છે.
આવી રીતે રજીસ્ટર કરાવી શકો છો તમારૂ નામ
- ખેડૂતોને સૌથી પહેલા https://pmkisan.gov.in/ પર દેવામાં આવેલા Farmer Corner ટેબમાં ક્લિક કરવાનું રહેશે. ત્યાં ખેડૂતોને પોતાનું રજીસ્ટર કરવાનો વિકલ્પ દેવામાં આવ્યો છે.
- Farmer Corner ટેબમાં New Registration ના વિકલ્પ ઉપર ક્લિક કરો.
- આમ કરતાની સાથે જ નવુ પેજ ખુલી જશે. જેમાં તમારે આધાર નંબર એન્ટર કરવાથી રજિસ્ટ્રેશન ફોર્મ ખુલશે. રજીસ્ટ્રેશન ફોર્મમાં સમગ્ર જાણકારી ભરો,તેમાં તમારૂ નામ, જેન્ડર, કેટેગીરી, આધારકાર્ડ, રાજ્ય, જિલ્લો, બ્લોક અને ગામ, બેંક એકાઉન્ટ નંબર, આઈએફએસસી કોડ, એડ્રેસ, મોબાઈલ નંબર, જન્મતારીખ, વિગેરે જાણકારી દેવાની હોય છે.
- તમામ જાણકારી ભર્યાં બાદ saveના વિકલ્પ ઉપર ક્લિક કરો અને રજીસ્ટ્રેશન માટે ફોર્મને submit કરો.
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31