Last Updated on March 12, 2021 by
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બનાવેલા પીએમ કેર્સ ફંડના સંદર્ભમાં એક નવો કાનૂની મુદ્દો ઉભો કરાયો છે. હવે ફંડને બંધારણની કલમ ૧૨ હેઠળ ‘સ્ટેટ’ જાહેર કરવા અરજી થઈ છે. અરજદારની દલીલ છે કે, આ ફંડ ભારત સરકારના નિયંત્રણ હેઠળ છે તેથી કલમ ૧૨માં કરાયેલી ‘સ્ટેટ’ની વ્યાખ્યા હેઠળ આ ફંડને ‘સ્ટેટ’ જાહેર કરવું જોઈએ.
પીએમ કેર્સ ફંડ પર વિવાદ
પીએમ કેર્સ ફંડને આરટીઆઈ એક્ટના દાયરામાં લાવીને પબ્લિક ઓથોરિટી જાહેર કરવાની અરજી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે. સુપ્રીમ કોર્ટ બંને અરજીની આવતા મહિને સુનાવણી કરશે પણ આ અરજીના કારણે પીએમઓના અધિકારીઓ દોડતા થઈ ગયા છે. આ ફંડના ટ્રસ્ટી તરીકે વડાપ્રધાન અને કેન્દ્રીય પ્રધાનો છે. ફંડનું સંચાલન પીએમઓમાંથી થાય છે તેથી એ સરકારી જ ગણાય. કાનૂની નિષ્ણાતોના મતે આ બે કારણસર કેર્સ ફંડ ‘સ્ટેટ’ જાહેર થઈ શકે.
ફંડ ‘સ્ટેટ’ જાહેર થાય તો દર ત્રણ મહિને નાણાંકીય વિગતો જાહેર કરવી પડે. દાન આપનારાંનાં નામ પણ જાહેર કરવાં પડે ને બધું પારદર્શક કરવું પડે પણ એ માટે મોદી તૈયાર નથી.
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.
MUST READ:
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31