Last Updated on March 23, 2021 by
દરેક માણસનું એક સપનું હોય છે કે તેનું પોતાનું ઘરનું ઘર હોય. આજના સમયમાં વધતી મોંઘવારીમાં પોતાની માલિકીનું ઘર ખરીદવું દરેક કોઈ માટે સંભવ નથી રહ્યું. એવામાં કેન્દ્ર સરકાર એવા લોકો માટે ઘર ખરીદવાની ખાસ યોજના લઈને આવી જેની આવક ઓછી છે. આ યોજનાનું નામ છે પીએમ આવાસ યોજના. આ અંતર્ગત દેશના લાખો લોકોને સસ્તામાં ઘર ખરીદવાનો મોકો મળશે. કેન્દ્ર સરકારની આ પરિયોજનામાં લોકોને 2.67 લાક રૂપિયા સુધીની ક્રેડિટ લિંક્ડ સબસિડી આપવામાં આવી રહી છે. આ યોજનાનો લાભ 31 માર્ચ 2021 સુધી લઈ શકાય છે. એટલા માટે જે લોકો આ યોજનાનો લાભ લેવા ઈચ્છે છે તેમણે ખૂબજ ઝડપ કરવી પડશે.
પહેલી વખત ઘર ખરીદી રહ્યા હોય તેમને આ યોજનાનો ફાયદો મળી શકે
જે લોકો પહેલી વખત ઘર ખરીદી રહ્યા છે તેમણે આ યોજનાનો ફાયદો મળી શકે છે. આ સ્કીમ હેઠળ પહેલી વખત ઘર ખરીદનારાઓને ક્રેડિટ લિંક્ડ સબસિડી આપવામાં આવે છે. તેનો અર્થ એ છે કે ઘર ખરીદવા માટે જો હોમ લોન લેવામાં આવે છે તો તેને વ્યાજ પર સબસિડી આપવામાં આવે છે. સરકારે પીએમ આવાસ યોજના હેઠળ ક્રેડિટ લિંક્ડ સબસિડી 31 માર્ચ 2021 સુધી વધારી દીધી છે. એવામાં 2.50 લાખથી વધારે મધ્યમવર્ગીય પરિવારોને ફાયદો મળી શકે છે. કેન્દ્ર સરકારે આ યોજનાને 15 જૂન 2015ના શરૂ કરી હતી.
3 લાખ સુધીની આવક વાળા લોકોને EWS સેક્શનમાં 6.5 ટકા સબસિડી
આ યોજના હેઠળ 3 લાખ સુધીની આવક વાળા લોકોને EWS સેક્શનમાં 6.5 ટકા સબસિડી આપવામાં આવશે. 3 લાખથી 6 લાખની વાર્ષિક આવક ધરાવનારા LIG હેઠળ 6.5 ટકા સબસિડી મળશે. ત્યાં 6 લાખથી 12 લાખ વાર્ષિક આવકવાળા લોકોને MIG1 કેટેગરી હેઠળ 4 ટકાની ક્રેડિટ લિક્ડ સબસિડી આપવામાં આવશે.
આ રીતે ઓનલાઈન કરવાનું હોય છે આવેદન
આ યોજનાનો ફાયદો ઉઠાવવા માટે સૌથી પહેલા PMVY ની અધિકારીક વેબસાઈટ https://pmaymis.gov.in/ પર લોગિન કરવું પડશે. જો તમે LIG, MIG અથવા EWS કેટેગરીમાં આવે છે તો અન્ય 3 કમ્પોનેટ પર ક્લિક કરો. અહીં પહેલા કોલમમાં આધાર નંબર નાંખવો. બીજા કોલમમાં આધારમાં લખેલું પોતાનું નામ લખવું. તે પછી ખુલનારા પેજ પર તમને પર્સનલ ડિટેઈલ ભરવાની રહેશે. તે પછીથી નીચે બનેલા એક બોક્સ પર એવું લખેલું હશે કે તમે આ જાણકારી યોગ્ય હોવાનું પ્રમાણિત કરો છો. તેના પર ક્લિક કરો. તમામ જાણકારી ભરીને પછી ફોર્મ સબમિટ કર્યા પછી કેપ્ચા કોડ નાંખવાનો રહેશે. તે પછી આ ફોર્મને સબમિટ કરી દો. કેન્દ્ર સરકારની આ યોજનાનો ફાયદો તેવા લોકોને મળશે જેની પાસે પહેલેથી પાકું મકાન નથી.
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31