Last Updated on March 11, 2021 by
સામાન્ય રીતે રહેણાંક વિસ્તારમાં બાઇક કે કાર પાર્ક થયેલી જોવા મળે છે. શહેરી વિસ્તારોના મકાનોના પાર્કિગ વાહનોથી ફૂલ હોય છે પરંતુ અમેરિકામાં એક ગામ એવું પણ છે જયાં દરેક પરીવારના ઘરની બહાર પ્લેન પાર્ક થયેલું જોવા મળે છે. આવું અમેરિકાના રેસિડેન્સિયલ એરપાર્ક વિસ્તારમાં આ નજારો જોવા મળે છે. પ્રાપ્ત માહિતી મુજબ બીજા વિશ્વયુધ્ધમાં અમેરિકાની એરફોર્સનો દબદબો રહયો હતો. જાપાનના હિરોશિમા અને નાગાસાકીમાં અમેરિકાના એરફોર્સે જ અણુંબોબ ફેંકીને તબાહી મચાવી હતી.
એ સમયે અમેરિકા પાસે ૪૦ હજાર લડવૈયા પાયલોટ હતા. વિશ્વયુધ્ધ પછી જયારે પાયલોટ નિવૃત થયા ત્યારે તેમના રહેણાંક તૈયાર કરીને વસાવવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. અલગ અલગ સ્થળે તૈયાર થયેલી વસાહતોને ફલાઇ ઇન ક્મ્યૂનિટીઝ તરીકે નામ આપવામાં આવ્યું છે. જેમાં એરપાર્ક નામના વિસ્તારમાં તૈયાર કરવામાં આવેલા ઘરોની બહાર વિમાનો પણ ગોઠવવામાં આવ્યા હતા. આ રહેણાંક વિસ્તારમાં જે પણ જાય છે તે દરેક ઘર બહાર વિમાન પાર્ક થયેલા જોઇને અચરજ પાંમે છે.
આ વિસ્તારની રસ્તાઓ અને હવાઇપટ્ટીઓ એટલી પહોળી છે કે વિમાનો ઉડાડી પણ શકાય છે. કેલિફોનિયામાં આવેલો કેમરુન પાર્ક હવાઇ મથક રહેણાંક એરપાર્કનો જ એક ભાગ છે. સોશિયલ મીડિયાના જમાનામાં નિતનવી માહિતી બહાર આવતી જાય છે. કોઇએ આનો વીડિયો તૈયાર કરીને શેર કર્યો જેમાં દરેક ઘરે વિમાન પાર્ક થયેલા જોઇને લોકોને ખૂબજ નવાઇ લાગી રહી છે.
read also
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31