Last Updated on March 13, 2021 by
કોરોનાના વધી રહેલા સંક્રમણ વચ્ચે ડાયરેક્ટર જનરલ ઓફ સિવિલ એવિએશન દ્વારા હવે વિમાનમાં માસ્ક સરખી રીતે માસ્ક નહીં પહેરનારા યાત્રીઓ સામે આકરા પગલાં લેવાની ચેતવણી આપવામાં આવી છે.
સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન નહીં કરે તો તેને ફલાઈટમાંથી ઉતારી દેવો
એક પરિપત્રમાં કહેવામાં આવ્યું છે કે, એરપોર્ટમાં દાખલ થવાથી માંડીને બહાર નિકળતા સુધી દરેક વ્યક્તિએ માસ્ક પહેરી રાખવો પડશે અને જો મુસાફરી દરમિયાન કોઈ વ્યક્તિ સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન નહીં કરે તો તેને ફલાઈટમાંથી ઉતારી દેવામાં આવશે. જો કોઈ યાત્રી વારંવાર નિયમોનો ભંગ કરશે તો તેને ઉપદ્રવી મુસાફર ગણવામાં આવશે.
કેટલાક યાત્રીઓ કોરોના પ્રોટોકોલનું પાલન નથી કરતા
ડીજીસીએના પરિપત્રમાં કહેવા પ્રમાણે કેટલાક યાત્રીઓ કોરોના પ્રોટોકોલનું પાલન નથી કરતા. તેઓ માસ્ક પણ યોગ્ય રીતે પહેરતા નથી અને સોશિયલ ડિસ્ટન્સિંગ પણ જાળવતા નથી. યાત્રીઓએ માસ્ક હંમેશા પહેરી રાખવાનો રહેશે. અપવાદ રુપ સ્થિતિ સિવાય માસ્ક નાકની નીચે આવવું જોઈએ નહીં. એરપોર્ટ પર સિક્યુરિટીએ કોઈ વ્યક્તિ માસ્ક પહેર્યા વગર અંદર આવે નહીં તે જોવાનું રહેશે.
પ્લેનમાં બેઠેલો મુસાફર ચેતવણી પછી ના માને તો ઉતારો દો
જો કોઈ વ્યક્તિ કોવિડ પ્રોટોકોલનું પાલન ના કરે તો તેને ચેતવણી આપીને સુરક્ષા એજન્સીઓને હવાલે કરી દેવામાં આવશે. પ્લેનમાં બેઠેલો મુસાફર ચેતવણી પછી પણ માસ્ક યોગ્ય રીતે ના પહેરે તો તેને ઉતારી દેવામાં આવશે.
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31