GSTV
Gujarat Government Advertisement

દુર્ઘટના / રસ્તા પર ચાલતી કાર ઉપર પડ્યું વિમાન, આગના ગોળામાં ફેરવાયું, જુઓ વીડિયો

Last Updated on March 16, 2021 by

મુસીબત કોઈપણ સમયે આવી શકે છે. અમેરિકામાં એક ભયાનક દુર્ઘટના ઘટી છે. દક્ષિણ ફ્લોરિડાના રસ્તા પર ચાલી રહેલી એક કાર ઉપર આકાશમાથી એક નાનું પ્લેન આવી પડ્યું. આ દુર્ઘટનામાં પાયલોટ સહિત ત્રણ લોકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યાં હતાં. મરનારાઓમાં કારમાં બેસેલા એક કિશોરનો પણ સમાવેશ થાય છે. દુર્ઘટના સમયે કાર ચલાવી રહેલી તેની માંની સ્થિતિ ગંભીર છે. આ દર્દનાક દુર્ઘટના નજીકના ઘરની બહાર લાગેલા એક કેમેરામાં રેકોર્ડ થયો છે.

આ પ્લેન ફ્લોરિડાના પેમબ્રોક પાઈન્સ સ્થિત નોર્થ પેરી એરપોર્ટ પરથી ઉડ્યું હતું. પરંતુ ઉડ્યાંની સાથે જ ગણતરીની મિનિટોમાં જ તે રહીશ વિસ્તારમાં આવેલા રસ્તા પર તુટી પડ્યું. દુર્ભાગ્યથી આ સમયે એક મહિલા પોતાની કારમાં પુત્રની સાથે જઈ રહી હતી. અને વિમાન તેની કાર ઉપર પડ્યું. જમીન પર પડ્યાં બાદ વિમાન આગળ ઘસડાયું અને કેટલાક સેંકન્ડમાં આગનો ગોળો બન્યો હતો. પાયલોટ સિવાય વિમાનમાં સવાર અન્ય મુસાફરનું પણ ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.

આશ્ચર્યજનક રીતે બચી મહિલા

મહિલાની ઓળખ હજુ સુધી થઈ શકી નથી. પરંતુ તે ભયાનક દુર્ઘટનામાં મહિલા આશ્ચર્યજનક રીતે પોતે એસયુવીમાંથી બહાર નિકળવામાં સફળ રહી હતી. મહિલાના પુત્રને ફાયર વિભાગ અને પોલીસે બહાર કાઢ્યો હતો. જો કે હોસ્પિટલમાં તેણે અંતિમશ્વાસ લીધા હતાં.

વિજતારમાં ફસાવવાની શંકા

નેશનલ ટ્રાન્સપોરટેશન સેફ્ટી બોર્ડ સમગ્ર ઘટનાની તપાસમાં લાગી ગઈ છે. પરંતુ માનવામાં આવી રહ્યું છે કે, પ્લેન વિજતારોમાં ફસાઈ ગયું હોય અને ત્યારબાદ ક્રેશ થયું હોવાની શંકાઓ સેવાઈ રહી છે. જે મહિલાના કેમેરામાં આ ઘટના કેદ થઈ તેણે જણાવ્યું કે, ઘોંઘાટ એટલો વધારે હતો કે તેને લાગ્યું કે કોઈ બોમ્બ ફૂટ્યો હોય. બહાર જોયુ તો એક તરફ આગ દેખાઈ રહી હતી. તેને પોતાના ડર સાથે જણાવ્યું કે, તે અવાર નવાર પોતાના બાળકની સાથે બહાર જતી રહે છે. આ વિમાન તેમના ઉપર પણ પડી શકતું હતું.

Gujarat Government Advertisement

Related posts

અક્ષયે કોરોના સામે જીતી જંગ, 7 દિવસની સારવાર બાદ ઘરે પરત ફર્યો

ગીર-સોમનાથના ગામડાઓ વળ્યાં સ્વયંભૂ લોકડાઉન તરફ, 4 વાગ્યા બાદ આ ગામોમાં સજ્જડબંધનો નિર્ણય

ફફડાટ/ દિલ્હી-મુંબઇ બાદ નાના શહેરોમાં ઝડપથી ફેલાઇ રહ્યો છે કોરોના, આ 3 રાજ્યોમાં સૌથી વધુ ખતરો