GSTV
Gujarat Government Advertisement

શું ઈન્ડિયન રેલ્વેનું થઈ જશે ખાનગીકરણ ? પ્રાઈવેટાઈઝેશનને લઈને પીયૂષ ગોયલે આપી આ મોટી જાણકારી, કહ્યું….

Last Updated on March 20, 2021 by

કેન્દ્રીય રેલવે મંત્રી પિયૂષ ગોયલે કહ્યું હતું કે રેલવેના ઈન્ફ્રાસ્ટ્રક્ચરનું ક્યારેક ખાનગીકરણ કરવામાં આવશે નહીં. માત્ર એસેટ્સનું જ ખાનગીકરણ કરાશે. લોકોને વધુ સારી સુવિધા મળે અને અર્થતંત્રને વેગ મળે તે માટે ખાનગી ક્ષેત્ર પાસેથી રેલવે ૩૦ હજાર કરોડનું રોકાણ મેળવશે.

રાજ્યસભામાં એક સવાલનો જવાબ આપતા પિયૂષ ગોયલે કહ્યું હતું કે કેન્દ્ર સરકારે રેલવેનું ક્યારેક ખાનગીકરણ નહીં કરે. માત્ર એસેટ્સનું જ ખાનગીકરણ કરીને તેમાંથી ફંડ એકઠું કરવાનું સરકારનું આયોજન છે એવી સ્પષ્ટતા પણ રેલવે મંત્રીએ કરી હતી.
પિયૂષ ગોયલે તર્ક આપ્યો હતો કે દેશભરમાં રસ્તાઓ સરકાર જ બનાવે છે, પણ શું રસ્તા પર માત્ર સરકારી વાહનોને જ ચાલવાની પરવાનગી મળે છે? જો મુસાફરોને યોગ્ય સુવિધા મળતી હોય તો ખાનગી ટ્રેનને મંજૂરી શું કામ ન આપવી જોઈએ? જો ખાનગીક્ષેત્ર રેલવેમાં રોકાણ કરવા તૈયાર હોય તો શું કામ એ દિશામાં વિચારવું ન જોઈએ? જો આપણે આપણી રેલવે સર્વિસને વૈશ્વિક સ્તરની બનાવવી હશે તો બહુ જ ફંડની જરૃર પડશે. એ ધનની આપૂર્તિ ખાનગી ક્ષેત્રના રોકાણમાંથી કરવામાં આવશે.

રેલવે મંત્રીએ કહ્યું હતું કે દેશમાં પબ્લિક-પ્રાઈવેટ પાર્ટનેરશીપના આધારે ૧૫૦ સ્ટેશનો માટે મોડેલ તૈયાર કરવામાં આવ્યું છે. રોકાણથી રેલવે આધુનિક બનશે અને નાગરિકોને વધારે સારી સુવિધા મળશે. તેમણે ઉમેર્યું હતું કે પ્રાઈવેટ સેેક્ટર જો રેલવેમાં રોકાણ કરશે તો તેનાથી ભારતમાં નવી રોજગારી સર્જાશે. ભારતના અર્થતંત્રને વેગ મળશે. ભારતીય નાગરિકોને જ તેનો ફાયદો મળશે.

પિયૂષ ગોયલે કહ્યું હતું કે સરકાર અને ખાનગી ક્ષેત્ર સાથે મળીને કામ કરશે તો જ દેશના ઉજ્જવળ ભવિષ્યનું નિર્માણ થશે. તેમણે વિપક્ષના સાંસદોને કહ્યું હતું કે કેટલાક સાંસદો રેલવેના સંપૂર્ણ ખાનગીકરણનો ભ્રમ ફેલાવે છે, પરંતુ એ હકીકત નથી. રેલવેનું સંપૂર્ણપણે ખાનગીકરણ ક્યારેય કરવામાં આવશે નહીં.

read also

Gujarat Government Advertisement

Related posts

અક્ષયે કોરોના સામે જીતી જંગ, 7 દિવસની સારવાર બાદ ઘરે પરત ફર્યો

ગીર-સોમનાથના ગામડાઓ વળ્યાં સ્વયંભૂ લોકડાઉન તરફ, 4 વાગ્યા બાદ આ ગામોમાં સજ્જડબંધનો નિર્ણય

ફફડાટ/ દિલ્હી-મુંબઇ બાદ નાના શહેરોમાં ઝડપથી ફેલાઇ રહ્યો છે કોરોના, આ 3 રાજ્યોમાં સૌથી વધુ ખતરો