GSTV
Gujarat Government Advertisement

હવે PhonePe થી કરી શકો છો ICICI બેંકનું આ કામ, 28 કરોડ લોકોને થશે સીધો ફાયદો

Last Updated on April 1, 2021 by

નેશનલ હાઈવે ઉપર ટોલ માટે હવે ફાસ્ટૈગને અનિવાર્ય કરવામાં આવ્યું છે. અને તમે ઓનલાઈન માધ્યમથી પણ ફાસ્ટૈગ ખરીદી શકો છો. તેવામાં આઈસીઆઈસીઆઈ બેંક અને ફોન પેના માધ્યમથી ફાસ્ટટૈગ આપવા માટે ભાગીદારી કરી છે. આ ભાગીદારી બાદ હવે તમે તમારા ફોન પે યુઝર ફોનપેના માધ્યમથી આઈસીઆઈસીઆઈ બેંકના ફાસ્ટૈગ સરળતાથી ઓર્ડર કરી શકો છો અને ત્યાંથી પોતાના આર્ડરને ટ્રેક પણ કરી શકો છો. આઈસીઆઈસીઆઈ બેંક ફાસ્ટૈગ જાહેર કરવા માટે તમારે ફોન પેની સાથે ભાગીદારી કરનારી પહેલી બેંક બની ગઈ છે.

આઈસીઆઈસીઆઈ બેંકની આ ભાગીદારી બાદથી ફોનપેના 280 મિલિયન યુઝર એટલે કે 28 કરોડ લોકો તેનો ફાયદો ઉઠાવી શકે છે. આ પહેલા આઈસીઆઈસીઆઈ બેંકને ફાસ્ટૈગ ખરીદવા માટ તમારે ઓફિશીયલ વેબસાઈટને ઓર્ડર કરવાનો રહે છે. પરંતુ હવે તમે સરળતાથી ફોનપેના માધ્યમથી ખરીદી શકો છો. એવામાં હવે તમે આઈસીઆઈસીઆઈ બેંકની ઓફિશીયલ વેબસાઈટથી થનારા કામ ફોનપેના માધ્યમથી પણ કરી શકો છો.

ઓનલાઈન કરી શકશો ઓર્ડર

કોઈ પણ બેંકના ગ્રાહકો ફોનપે યૂઝર્સને ફાસ્ટૈગ ખરીદવા માટે કોઈ સ્ટોર કે ટોલ બૂથો પર નહીં જવાનું રહે અને સમગ્ર રીતે તે ડિઝીટલ રીતે ફાસ્ટૈગ મેળવી શકશે. ખાસ વાત તો એ છે કે, તેનો ફાયદો માત્ર આઈસીઆઈસીઆઈ બેંકના ગ્રાહકોને નહીં મળે પરંતુ કોઈપણ બેંકના ગ્રાહકો તેને ખરીદી શકશે.

આ ભાગીદારીને લઈને આઈસીઆઈસીઆઈ બેંકના હેડ સુદિપ્તા રોયનું કહેવું છે કે, આ ભાગીદારીથી લાખો ફોનપે ગ્રાહકોને સરળતાથી એક નવા ફાસ્ટૈગ માટે અરજી કરવામાં સક્ષમ બનાવે છે અને તેના દરવાજા ઉપર સરળતાથી ફ્રીમાં મળી જાય છે. ફોનપેના યુઝર્સ જે આઈસીઆઈસીઆઈ બેંકના ગ્રાહકો નથી તે પણ આ સુવિધાનો લાભ લઈ શકે છે. કારણ કે, આ ઓર્ડર કર્યાં બાદ અને બાદમાં યુપીઆઈની સુવિધાની સાથે રિચાર્જ કરવાની અનુમતિ આપે છે.

ફોન પેથી કેવી રીતે ખરીદી શકશો ફાસ્ટૈગ ?

ફોન પે યુઝર્સને કેટલાક સરળ સ્ટેપ્સનું પાલન કરવાનું રહેશે. આઈસીઆઈસીઆઈ બેંક ફાસ્ટૈગ ખરીદી શકો છો. તેના માટે યૂઝર્સ માટે ફોનપે એપના હોમપેજ ઉપર જઈને આઈસીઆઈસીઆઈ બેંક ફાસ્ટૈગ ઉપર ક્લિક કરવાનું રહેશે અને પછી Buy new Fastag ઉપર ક્લિક કરવાનું રહેશે. પછી તેની ચુકવણી કરતા પહેલા બસ પાન, વાહનની સંખ્યા જેવી પાયાનું વિવરણ નોંધો. ફાસ્ટૈગને ગ્રાહકોના ઘરસુધી પહોંચાડવામાં આવશે. જેને વાહનની વિંડશીલ્ડ ઉપર ચોટાડવામાં આવશે. અને પછી તુરંત તેનો ઉપયોગ કરી શકાય છે.

Gujarat Government Advertisement

Related posts

અક્ષયે કોરોના સામે જીતી જંગ, 7 દિવસની સારવાર બાદ ઘરે પરત ફર્યો

ગીર-સોમનાથના ગામડાઓ વળ્યાં સ્વયંભૂ લોકડાઉન તરફ, 4 વાગ્યા બાદ આ ગામોમાં સજ્જડબંધનો નિર્ણય

ફફડાટ/ દિલ્હી-મુંબઇ બાદ નાના શહેરોમાં ઝડપથી ફેલાઇ રહ્યો છે કોરોના, આ 3 રાજ્યોમાં સૌથી વધુ ખતરો