Last Updated on April 7, 2021 by
ફિલિપાઇન્સમાં, એક વ્યક્તિના કોરોના કર્ફ્યુ તોડવા પર પોલીસ એટલી નારાજ થઈ કે તેઓએ તે યુવકને 100 દંડબેઠકયોજવાનો આદેશ આપ્યો અને તે સ્થળ પર જ તેમને સજા કરવામાં સફળ રહ્યા. સજા મળ્યા પછી પણ તે માણસની હિંમત તૂટી ન હતી અને તે હસતો રહ્યો, પછી પોલીસકર્મીઓએ પણ સજા ત્રણ ગણી વધારી દીધી. તેણે તેને ત્રણસો વખત ઉઠક-બેઠક કરાવી અને ત્યારબાદ તેને છોડી દેવાયો. પરંતુ જયારે તે વ્યક્તિ ઘરે પહોચ્યો ત્યારે તેની તબિયત સતત લથડતી રહી અને તે પછીના કેટલાક કલાકોમાં તેનું મોત નીપજ્યું હતું.
પાણી લાવવાની કરી હતી હરકત
ફિલિપાઈન્સમાં કોરોનાના વધતા કેસોને જોતા ત્યાં સખત કર્ફ્યૂ લગાવાયો હતો. જોકે, ડૈરેન પેનારેડોંદો (28) મજબુરીમાં ઘરમાંથી બહાર નીકળ્યો હતો કારણ કે, ઘરમાં પાણી પુરુ થઈ ગયુ હતું. એવામાં તે સ્થાનીય પોલિસના હાથે ઝડપાયો અને બાદમાં પોલીસે તેને અમાનવીય રીતે ઉઠક-બેઠક કરાવી જેનાથી તેનો જીવ ગયો.
1 એપ્રિલની ઘટના
આ આખી ઘટના 1 લી એપ્રિલની છે. જ્યારે ડેરેન પેનારેડોંદો રાતના સમયે પાણી લેવા આવ્યો હતો. એક સમાચાર અનુસાર, ફિલિપાઇન્સમાં કોરોનાના વધતા જતા કેસોને કારણે સાંજે 6 વાગ્યા પછી કર્ફ્યુ લગાવવામાં આવ્યો છે. અને જે લોકો કર્ફ્યુનું ઉલ્લંઘન કરતા જોવા મળે છે, પોલીસ તેમને સ્થળ પર જ સજા આપી રહી છે. જો કે ફિલિપિન્સ પોલીસના આ વલણની આંતરરાષ્ટ્રીય સ્તરે ઘણી ટીકા થઈ રહી છે. આ સમગ્ર મામલે ઉચ્ચ અધિકારીઓએ કહ્યું છે કે સ્થાનિક અધિકારીઓ વિરુદ્ધ કાર્યવાહી થવી જોઇએ.
ફિલિપાઇન્સમાં સંક્રમણનો દર વધ્યો
ફિલિપાઇન્સની કુલ વસ્તી 107 મિલિયન છે. અહીંની રાજધાની મનિલાના મહાનગરમાં, દરરોજ 10 હજારથી વધુ કેસ સામે આવી રહ્યા છે, જેના પછી સરકારે કડક કર્ફ્યુનો નિર્ણય લેવો પડશે. જો કે, આ માટે સરકારની ટીકા થઈ રહી છે, કારણ કે દેશમાં આરોગ્ય સેવાઓ સાવ ખાડે ગઈ છે.
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31