Last Updated on March 22, 2021 by
ચીનના આશરે 220 લશ્કરી જહાજો દક્ષિણ ચીન સમુદ્રમાં ફિલિપાઇન્સની જળસીમામાં ઘૂસી આવતા ફિલિપાઇન્સ ધૂંઆપૂંઆ થયું છે. આ સમુદ્રીય વિસ્તારમાં આવેલી વ્હીટસન રીફમાં આ જહાજોએ પ્રવેશ કર્યો છે અને વ્હીટ્સન રીફ પર ફિલિપાઇન્સની દાવેદારી છે, જો કે થોડાં કેટલાંક સમયથી વ્હીટસન રીફ પર ચીન પણ દાવેદારી કરી રહ્યું છે. જો કે અત્યારે ફિલિપાઇન્સે ચીનને ચેતવણી આપી પીછેહઠ કરવાની સૂચના આપી છે.
વ્હીટસન રીફને ફિલિપાઇન્સ દ્વારા જુલિયન ફિલિપે નામ આપવામાં આવ્યું
વ્હીટસન રીફને ફિલિપાઇન્સ દ્વારા જુલિયન ફિલિપે નામ આપવામાં આવ્યું છે. પશ્ચિન ફિલિપાઇન્સના દરિયામાં આ વિસ્તાર 175 નોટિકલ માઇલનો વિસ્તાર ધરાવે છે અને અહીં પરવાળાના ટાપુઓ છે.
ફિલિપાઇન્સના સંરક્ષમ મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા નિવેદન પ્રમાણે ચીનના 200થી પણ વધુ જહાજોએ ફિલિપાઇન્સનીની જળસીમામાં પ્રવેશ કર્યો હતો. જેથી તેમના દ્વારા ચીનને સૂચના આપવામાં આવી હતી કે તેઓ આ જહાજોને પરત બોલાવી લે, કારણ કે તેઓ ફિલિપાઇન્સની જળ અધિકારીઓનું હનન કરી સ્વાયત્ત વિસ્તારમાં ઘૂસણખોરી કરી રહ્યા છે.
મોટી સંખ્યામાં ચાઇનીઝ જહાજો આવવાના કારણે દરિયાઇ પર્યાવરણને નુકસાન પહોંચવાની સંભાવના
ફિલિપાઇન્સ દ્વારા શંકા વ્યક્ત કરવામાં આવી છે કે આટલી મોટી સંખ્યામાં ચાઇનીઝ જહાજો આવવાના કારણે દરિયાઇ પર્યાવરણને નુકસાન પહોંચવાની સંભાવના છે તેમજ તેઓ અતિશય પ્રમાણમાં માછીમારી કરે તેવો પણ ભયછે.
ઉપરાંત આ વિસ્તાર ફિલિપાઇન્સનો એક્સક્લુઝિવ ઇકોનોમિક ઝોન છે. જેના કારણે આ વિસ્તારને નુકસાન થાય તેમ છે. અત્યારે ફિલિપાઇન્સની પ્રાથમિકતા છે કે આ વિસ્તારના નાગરિકો અને તેમાં પણ ખાસ કરીને માછીમારોની સુરક્ષા કરે. જે માટે અત્યારે દરિયાઇ પેટ્રોલિંગના પ્રમાણમાં વધારો કરવામાં આવ્યો છે.
Read Also
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31