GSTV
Gujarat Government Advertisement

Covid Vaccine: ટૂંક સમયમાં આવી રહી છે નાના ભૂલકાઓ માટે કોરોના વૈક્સિન, 12 વર્ષના બાળકો પર હાલમાં ચાલી રહ્યુ છે ટ્રાયલ

Last Updated on March 26, 2021 by

વેક્સિન નિર્માતા કંપની ફાઈઝરે કહ્યુ હતું કે, તેને ગુરૂવારે અગિયાર વર્ષથી ઓછી ઉંમરના બાળકો પર કોરોના વિરોધી વૈક્સિનનું ક્લિનિકલ ટ્રાયલ શરૂ કર્યુ છે. આ વૈશ્વિક રસીકરણ અભિયાનનો ચોથા તબક્કાના પ્રારંભિક સંકેતો છે. ફાઈઝરે આ અંગે જણાવ્યુ હતું કે, અમારી સહયોગી બાયોએનટેક સાથે, અમે ફાઈઝર-બાયોએનટેક કોવિડ-19ની સુરક્ષા માટે, સહનશીલતા અને ઈમ્યુનોજેનેસિટીનું મૂલ્યાંકન કરવા માટે એક વૈશ્વિક તબક્કો 1/2/3ના અધ્યયનમાં પહેલા સ્વસ્થ બાળકોને રસી લગાવીએ છીએ.

કંપનીએ કહ્યુ કે, અમને ગર્વ છે કે અમે વૈક્સિન ટ્રાયલ શરૂ કર્યુ છે. બાળકો અને તેમના પરિવારવાળા ખૂબ જ ઉતાવળથી તેની રાહ જોઈ રહ્યા છે. કંપનીએ આ ઉંમરના બાળકો માટે ત્રણ અલગ અલગ ડોઝના સ્તરોનું ટેસ્ટીંગ કરી રહી છે.

2021ના બીજા છમાસિકમાં ટ્રાયલથી ડેટા મળવાની આશા

કંપનીએ પહેલાથી 12થી 15 વર્ષના બાળકોમાં કોરોના વિરોધી વૈક્સીનનો ડોઝ ટ્રાયલ કરી રહી છે. અમેરિકી ઈમરજન્સી પ્રાધિકરણમાં 16 વર્ષ અને તેનાથી વધુ ઉંમરના લોકો સામેલ છે. ફાઈઝર, મોર્ડના અને એસ્ટ્રાજેનેકા નાના બાળકોમાં રસીનું પરીક્ષણ કરવાનું શરૂ કર્યુ છે. તો વળી જોનસન એન્ડ જોન્સન હાલ તેના પર કામ કરવાનું વિચારી રહ્યા છે.

બાળકોને મોટા ભાગે આ બિમારીનો સૌથી વધારે ખતરો રહેતો હોય છે. વયસ્ક લોકોની સરખામણીમાં સંક્રમિત કરવાની શક્યતા ઓછી હોય છે. મોટા ભાગે જાણકારોનું માનવું છે કે, આ ઉંમરમાં કોરોના વિરોધી રસી આપવું ખૂબ જરૂરી બને છે. ફાઈઝરના પ્રવક્તા શેરોન કૈસ્ટિલોએ કહ્યુ કે, વર્ષ 2021ના છમાસિક ટ્રાયલથી ડેટા મળવાની આશા છે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

અક્ષયે કોરોના સામે જીતી જંગ, 7 દિવસની સારવાર બાદ ઘરે પરત ફર્યો

ગીર-સોમનાથના ગામડાઓ વળ્યાં સ્વયંભૂ લોકડાઉન તરફ, 4 વાગ્યા બાદ આ ગામોમાં સજ્જડબંધનો નિર્ણય

ફફડાટ/ દિલ્હી-મુંબઇ બાદ નાના શહેરોમાં ઝડપથી ફેલાઇ રહ્યો છે કોરોના, આ 3 રાજ્યોમાં સૌથી વધુ ખતરો