GSTV
Gujarat Government Advertisement

1 એપ્રિલથી બદલાઇ રહ્યાં છે PF ખાતાના આ નિયમો, આટલાથી વધુની જમા રકમ પર સરકાર વસૂલશે ટેક્સ

pf

Last Updated on March 18, 2021 by

નાણાકીય વર્ષ (Financial Year 2021-22) કેટલાંક નવા નિયમ લાવશે. 1 એપ્રિલથી પ્રોવિડેંટ ફંડ (PF)ને લગતાં નિયમ બદલાઇ જશે. તેના દાયરામાં EPF (Employees Provident Fund), VPF (Voluntary Provident Fund), PPF (Public Provident Fund) સહિત તમામ પ્રકારના પ્રોવિડેંટ ફંડ આવશે.

2.5 લાખથી વધુ જમાના વ્યાજ પર ટેક્સ

જો કોઇ શખ્સ EPF અથવા PPFમાં એક વર્ષમાં 2.5 લાખ રૂપિયાથી વધુ રકમ જમા કરે તો સરકારે તેના પર ટેક્સ વસૂલવાનું એલાન કર્યુ છે. 2.5 લાખથી વધુ જમા રકમ પર મળેલા વ્યાજ પર સરકાર ટેક્સ વસૂલશે.

વધુ સેલરીવાળા લોકો પર પડશે અસર

Provident Fund ખાતાને લગતા નવા નિયમની અસર સામાન્ય લોકો પર નહીં પડે. જે લોકોની સેલરી 85 હજાર રૂપિયાથી વધુ છે તેમના પર આ નિયમની અસર પડશે.

શું છે નિયમ

નિયમો અનુસાર મૂળ વેતનના 12 ટકા હિસ્સો કર્મચારી તરફથી અને 12 ટકા હિસ્સો કંપની તરફથી જમા કરવામાં આવે છે. જો નિયમો અનુસાર PF કાપવામાં આવે તો માની લો કોઇ શખ્સનું વાર્ષિક પેકેડ 10 લાખ 20 હજાર (85 હજાર રૂપિયા માસિક) છે તો તેના પર પણ નવા નિયમની અસર નહીં પડે. 85 હજારથી વધુ સેલરી વાળા લોકો પર તેની અસર થશે.

pf

EPF અથવા PPFમાં વધુ રોકાણ શા માટે

મોદી સરકારે 2021-22માં નાણાકીય વર્ષમાં તે લોકો પર નિશાન સાધ્યુ છે જે ટેક્સ બચાવવાના ઇરાદાથી EPF કે PPFમાં રોકાણ કરતાં હતાં. નિયમો અનુસાર મૂળ વેતનના 12 ટકા ભાગ EPFમાં રોકાણ કરવામાં આવે છે પરંતુ કેટલાંક લોકો ટેક્સ બચાવવાના ઇરાદે EPF અથવા VPFમાં વધુ પૈસા જમા કરાવે છે કારણ કે તેના પર સારુ વ્યાજ મળે છે અને અત્યાર સુધી ટેક્સની પણ કોઇ વ્યવસ્થા ન હતી. આવા જ લોકો પાસેથી નવા નાણાકીય વર્ષમાં હવે ટેક્સ વસૂલવાની વ્યવસ્થા કરવામાં આવી છે.

એમ્પ્લોયરના જમા પર ટેક્સ નહીં

1 એપ્રિલથી લાગુ થતા નવા નિયમમાં ફક્ત કર્મચારીઓના જમા પર ટેક્સની વાત કરવામાં આવી છે. એમ્પ્લોયર એટલે કે કંપની તરફથી જમા કરવામાં આવેલા અંશદાનના વ્યાજ પર કોઇ ટેક્સ નહીં લેવામાં આવે. આ નિયમની ઘણાં ઓછા લોકો પર અસર પડશે કારણ કે લદાચ જ કોઇ કંપની નિયમથી વધુ અંશદાન કર્મચારીના ખાતામાં જમા કરતી હશે.

Read Also

Gujarat Government Advertisement

Related posts

અક્ષયે કોરોના સામે જીતી જંગ, 7 દિવસની સારવાર બાદ ઘરે પરત ફર્યો

ગીર-સોમનાથના ગામડાઓ વળ્યાં સ્વયંભૂ લોકડાઉન તરફ, 4 વાગ્યા બાદ આ ગામોમાં સજ્જડબંધનો નિર્ણય

ફફડાટ/ દિલ્હી-મુંબઇ બાદ નાના શહેરોમાં ઝડપથી ફેલાઇ રહ્યો છે કોરોના, આ 3 રાજ્યોમાં સૌથી વધુ ખતરો