GSTV
Gujarat Government Advertisement

પેટ્રોલ-ડીઝલના ક્યારે ઘટશે ભાવ? : મોદી સરકારના પેટ્રોલિયમમંત્રીનો જવાબ સાંભળી ચોંકી જશો, શું આ રીતે ખરેખર ઘટશે

Last Updated on February 27, 2021 by

પેટ્રોલ-ડીઝલ અને હવે ગેસના સિલિન્ડરના ભાવ સામાન્ય જનતાને રડાવી રહ્યાં છે અને સૌની આસ સરકાર પર મંડાયેલી છે કે કેન્દ્રો અને રાજ્ય સરકારો ટેક્સ ઘટાડે અને રાહત આપે પરંતુ, મોટા રાજ્યોએ હાથ ઉંચા કરીને કોરોનાકાળમાં આવક નીચી રહી હોવાનું કહીને કેન્દ્ર સરકાર પર ઠીકરું ફોડ્યું છે. જોકે હવે સ્થિતિ કાબૂ બહાર જતા પેટ્રોલ અમુક રાજ્યોમાં 100 રુપિયાને પાર પહોંચ્યું છે.

નિર્મલા સીતારમણના ભાવ ક્યારે ઘટશે તે જણાવામાં ધર્મસંકટ હોવાનું નિવેદન આપ્યા બાદ આજે પેટ્રોલિયમ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને કહ્યું છે કે હાલમાં શિયાળાની મોસમ છે અને શિયાળામાં સામાન્ય રીતે માંગ વધુ હોય છે તેથી હાલ વૈશ્વિક સ્તરે ભાવ ઉંચા હોવાથી પેટ્રોલ-ડીઝલ મોંઘા થયા છે. પરંતુ, ટૂંક સમયમાં શિયાળાની સીઝન ઉતરશે અને ગરમીની મોસમમાં ભાવ ઘટવાનો અદ્દભુત આશાવાદ મોદી સરકારના પેટ્રોલિયમ મંત્રી પ્રધાને વ્યકત કર્યો છે. આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડના ભાવમાં વધારાના કારણે ગ્રાહકો પણ પ્રભાવિત થયા છે. શિયાળો જતા જ કિંમતો થોડીક નીચે આવી જશે. પેટ્રોલ-ડીઝલ-રાંધણગેસના ભાવ આંતરરાષ્ટ્રીય બાબત છે.

ક્રૂડ ઓઈલની કિંમતોમાં વધારો વૈશ્વિક સપ્લાય ઘટાડાને કારણે આવ્યો છે. પેટ્રોલિયમ નિકાસ કરનાર દેશો (OPEC) અને નોન-ઓપેક સંગઠનને વિનંતી કરી છે કે સપ્લાય વધારવામાં આવે અને ભાવને કાબૂમાં લેવામાં આવે. કોરોના મહામારીને કારણે વૈશ્વિક પુરવઠો ઘટાડવામાં આવ્યો હતો પરંતુ, હાલ માંગ વધતા પુરવઠો તે મુજબનો વધારવામાં નથી આવ્યો, તેમ પ્રધાને પ્રધાને કહીને હાથ ખંખેરી લીધા હતા.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

અક્ષયે કોરોના સામે જીતી જંગ, 7 દિવસની સારવાર બાદ ઘરે પરત ફર્યો

ગીર-સોમનાથના ગામડાઓ વળ્યાં સ્વયંભૂ લોકડાઉન તરફ, 4 વાગ્યા બાદ આ ગામોમાં સજ્જડબંધનો નિર્ણય

ફફડાટ/ દિલ્હી-મુંબઇ બાદ નાના શહેરોમાં ઝડપથી ફેલાઇ રહ્યો છે કોરોના, આ 3 રાજ્યોમાં સૌથી વધુ ખતરો