Last Updated on March 14, 2021 by
સરકારી ઓઈલ કંપનીઓ તરફથી આજે 15માં દિવસે પેટ્રોલ અને ડિઝલની કિંમતોમાં કોઈ ફેરફાર કર્યો નથી. આજે પણ પેટ્રોલ અને ડિઝલની કિંમતો સ્થિર રહી છે. દેશની સામાન્ય જનતાને તેનાથી થોડી રાહત જરૂર થઈ છે. દિલ્હીમાં પેટ્રોલના ભાવ 91.17 રૂપિયા જ્યારે ડિઝલનો ભાવ 81.47 રૂપિયા પ્રતિ લિટર છે. તો મુંબઈમાં પેટ્રોલની કિંમત 97.57 અને ડિઝલની કિંમત 88.60 રૂપિયા પ્રતિલિટર છે.
તમને જણાવી દઈએ કે, દરરોજ સવારે છ વાગ્યે પેટ્રોલ અને ડિઝલની કિંમતોમાં ફેરફાર થઆય છે. સવારે છ વાગ્યાથી નવા ભાવો લાગુ થાય છે. પેટ્રોલ અને ડિઝલના ભાવોમાં એક્સાઈઝ ડ્યુટી, ડીલર કમિશન અને અન્ય ચીજો જોડાયા બાદ તેનો ભાવ લગભગ બે ગણો થઈ જાય છે. આ આંકડા ઉપર પેટ્રોલનો ભાવ અને ડિઝલનો ભાવ દરરોજ નક્કી કરવાનું કામ તેલ કંપનિઓ કરે છે. ડિલર પેટ્રોલ પંપ ચલાવનારા લોકો છે.
આવી રીતે જાણો તમારા શહેરમાં પેટ્રોલ અને ડિઝલનો શું છે ભાવ
પેટ્રોલ-ડિઝલની કિંમત તમે એસએમએસના માધ્યમથી જાણી શકો છો. ઈન્ડિયન ઓઈલની વેબસાઈટના અનુસાર તમારે RSP અને તમારા શહેરનો કોડ લખીને 9224992249 નંબર ઉપર મોકલવાનો રહેશે. દરેક શહેરનો કોડ અલગ અલગ છે. જે તમને આઈઓસીએલની વેબસાઈટ પરથી મળી જશે.
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31