Last Updated on April 6, 2021 by
મોદી સરકારના સત્તામાં આવ્યા બાદ જેટલી સામાન્ય માણસની આવક નથી વધી તેના કરતા અનેક ગણો વધારો પેટ્રોલ અને ડીઝલ પરના ટેક્સમાં થયો છે. તો સામા પક્ષે ક્રૂડની કિંમત ઘટી હોવા છતાં સરકારે તેનો લાભ જનતા સુધી પહોંચવા દીધો નથી.
છેલ્લા એક વર્ષમાં કોરોના મહામારીનો પ્રકોપ જોવા મળ્યો. જેના કારણે લોકોની આવક ઉપર પણ અસર થઇ છે. છેલ્લા એક વર્ષમાં દેશમાં પ્રતિ વ્યક્તિની આવક આશરે 9 ટકા ઘટી છે. 2019-20માં પ્રતિ વ્યક્તિની આવક 1.08 લાખ રૂપિયા વાર્ષિક હતી. જે 2020-21માં ઘટીને 99 હજાર 155 રૂપિયા પ્રતિ વર્ષ થઇ ગઇ. તો બીજી તરફ કેન્દ્ર સરકારે પેટ્રોલ અને ડીઝલમાં ટેક્સ તરીકે એપ્રિલ-2018થી માર્ચ 2020ની વચ્ચે 2.39 લાખ કરોડ રૂપિયાની કમાણી કરી. જે 2020-21ના પહેલા 10 મહિનામાં વધીને 2.94 લાખ કરોડ થઇ ગઇ. એટલે કે સરકારને ગત વર્ષના મુકાબલે પેટ્રોલ અને ડીઝલ પર ચાલુ વર્ષના 10 મહિનામાં જ 23 ટકા વધુ રકમની આવક થઇ ચુકી છે.
મોદી સરકાર સત્તામાં આવી ત્યારે આટલી હતી કિંમત
તમને તે વાતની તો જાણ હશે જ કે પેટ્રોલ-ડીઝલની કિંમતોમાં વધઘટ સીધી રીતે ક્રૂડની કિંમતો સાથે સંકળાયેલી છે. મે-2014માં જ્યારે કેન્દ્રમાં મોદી સરકાર સત્તા પર આવી હતી ત્યારે ક્રૂડની કિંમત 106.85 ડોલર પ્રતિ બેરલ હતી. અત્યારે ક્રૂડની કિંમત 63 ડોલર પ્રતિ બેરલ છે. તેમ છતાં પેટ્રોલ અને ડીઝલની કિંમત ઘટવાના બદલે વધીને 100 રૂપિયાને પાર પહોંચી ચુકી છે.
2021માં અત્યાર સુધી પેટ્રોલ-ડીઝલના ભાવમાં 26 વખત વધારો થયો
ચાલુ વર્ષે પેટ્રોલ અને ડીઝલના ભાવ જાન્યુઆરીમાં 10 વખત અને ફેબ્રુઆરીમાં 16 વખત વધી ચુક્યા છે. જ્યારે કે માર્ચ મહિનામાં કિંમત સ્થિર રહી છે. જે મુજબ 2021માં અત્યાર સુધીમાં કુલ 26 વખત ભાવ વધારો થઇ ચુક્યો છે. જેમાં પેટ્રોલની કિંમતમાં 7.36 રૂપિયા અને ડીઝલની કિંમતમાં 7.60 રૂપિયાનો વધારો નોંધાયો. વર્તમાન ટેક્સ વ્યવસ્થામાં દરેક રાજ્ય પોતાના મુજબ પેટ્રોલ અને ડીઝલ પર ટેક્સ નાંખે છે. કેન્દ્ર સરકાર પણ પોતાની ડ્યૂટી અને સેસ અલગથી વસૂલ કરે છે. પેટ્રોલ અને ડીઝલની બેઝ પ્રાઇઝ હજુ પણ આશરે 32 રૂપિયા પ્રતિ લિટર છે. તેના પર કેન્દ્ર સરકાર 33 રૂપિયા એક્સાઇઝ ડ્યૂટી વસુલી રહી છે. ત્યારબાદ રાજ્ય સરકારો પોતાના મુજબ વેટ અને સેસ નાંખે છે. જેના કારણે સામાન્ય માણસને ઉંચી કિંમતે પેટ્રોલ અને ડીઝલ મળે છે.
Also Read
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31