GSTV
Gujarat Government Advertisement

ખુશખબર / પેટ્રોલ-ડીઝલ ૮.૫ રૂપિયા લિટર થઈ શકે છે સસ્તું, મોદી સરકાર કરી શકે છે આ મહત્વનો નિર્ણય

Last Updated on March 3, 2021 by

મોદી સરકાર પાસે પેટ્રોલ અને ડિઝલ પર 8.50 રૂપિયા પ્રતિ લિટર જેટલો ઉત્પાદન શુલ્ક ઘટાડવાની શક્યતા રહેલી છે. નિષ્ણાંતો અનુસાર, ઉત્પાદન શુલ્કમાં આ ઘટાડો કરવાને કારણે સરકારને થતી આવકમાં કોઈ અસર પડશે નહીં. ક્રૂડ ઓઈલની કિંમતો હાલ ઉચ્ચ સ્તરે છે, છેલ્લા 9 મહિનાથી પેટ્રોલ-ડિઝલની કિંમતોમાં વધારો થઈ રહ્યો છે. સરકાર સામે આગામી 5 રાજયોની ચૂંટણીનું દબાણ છે. હાલમાં પેટ્રોલ ડીઝલ અને ગેસના ભાવ મોદી સરકાર માટે માથાનો દુખાવો બની ગયા છે.

વધતા ભાવો પર વિપક્ષનો હોબાળો

વિપક્ષ અને લોકો ઈંધણની કિંમતોમાં ઘટાડો કરવાની માંગ કરી રહ્યાં છે. આઈસીઆઈસીઆઈ સિક્યોરિટીઝે એક લેખમાં જણાવ્યું કે,‘અમારા અંદાજ અનુસાર વર્ષ 2021-22માં વાહન ઈંધણ પર ઉત્પાદન શુલ્કમાં કોઈ ઘટાડો ના કરવામાં આવે તો તે 4.35 લાખ કરોડ રૂપિયા સુધી પહોંચી જશે. જ્યારે બજેટ અંદાજ 3.2 લાખ કરોડ રૂપિયાનું છે.

જીએસટી અંતર્ગત લાવવાના પ્રયાસો

મહત્વનું છે કે આ મુદ્દે પેટ્રોલિયમ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને તેમના નિવેદનમાં એમ પણ જણાવ્યું હતું કે તેમની સરકાર પેટ્રોલ-ડીઝલને જીએસટીમાં સમાવવા માંગે છે અને આ મુદ્દે તેઓ નાણાં મંત્રીએ રજૂઆત પણ કરી ચૂક્યા છે પણ આ બાબતે આખરી નિર્ણય જીએસટી કાઉન્સિલ જ લઈ શકે છે. વેટ દ્વારા આની ઉપર રાજ્યોને પણ સારી આવક મળતી હોવાથી તેઓ પણ પેટ્રોલ-ડીઝલને જીએસટીમાં સમાવવા મુદ્દે એકમત થઈ શકે તેમ નથી. જેથી કેન્દ્ર પાસે પણ કોઈ વિકલ્પ નથી. કેન્દ્ર ઘટાડે તો મોદી સરકારે મોટુ નુક્સાન ભોગવવાની સ્થિતિ આવી શકે છે.

આ સમયે ઘટી શકે છે કિંમતો

આ રીતે 1 એપ્રિલ 2021ના અથવા તે પહેલા ઉત્પાદન શુલ્કમાં 8.5 રૂપિયા પ્રતિ લિટરનો ઘટાડો કરી આગામી નાણાકીય વર્ષના બજેટ અંદાજને હાંસલ કરી શકાય છે.’ ગત વર્ષે માર્ચથી મે 2020 દરમિયાન પેટ્રોલ પર ઉત્પાદન શુલ્કમાં 13 રૂપિયાનો અને ડિઝલના ઉત્પાદન શુલ્કમાં 16 રૂપિયા પ્રતિ લિટરનો વધારો કરાયો હતો. હાલ પેટ્રોલ પર કુલ 32.90 રૂપિયા અને ડિઝલ પર 31.80 રૂપિયા લિટરનું ઉત્પાદન શુલ્ક લાગુ છે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

અક્ષયે કોરોના સામે જીતી જંગ, 7 દિવસની સારવાર બાદ ઘરે પરત ફર્યો

ગીર-સોમનાથના ગામડાઓ વળ્યાં સ્વયંભૂ લોકડાઉન તરફ, 4 વાગ્યા બાદ આ ગામોમાં સજ્જડબંધનો નિર્ણય

ફફડાટ/ દિલ્હી-મુંબઇ બાદ નાના શહેરોમાં ઝડપથી ફેલાઇ રહ્યો છે કોરોના, આ 3 રાજ્યોમાં સૌથી વધુ ખતરો