Last Updated on February 27, 2021 by
હાલ સમગ્ર દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં આગ લાગેલી છે. તેના ભાવ સતત વધી રહ્યા છે. જેને લઈને વિરોધ પક્ષ સતત કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો કરી રહ્યુ છે. ત્યારે આ તમામની વચ્ચે હવે હરિયાણાના હિસારમાં સતરોલ ખાપ પંચાયતે મોટુ ફરમાન આપ્યુ છે. તેમનું કહેવુ છે કે, 1 માર્ચથી પેટ્રોલની માફક દૂધ પણ 100 રૂપિયા લીટર વેચવામાં આવશે. આ ફરમાન નહીં માનનારા લોકો પર 11 હજારનો દંડ વસૂલવામાં આવશે. જેમ જેમ પેટ્રોલના ભાવો વધતા જશે, તેમ તેમ દૂધની કિમત પણ વધશે.
આ ઉપરાંત ખાપ પંચાયતે જનનાયક જનતા પાર્ટી અને ભારતીય જનતા પાર્ટીના નેતાઓને ગામમાં ઘૂસવા પર પ્રતિબંધ લગાવી દીધો છે. નારનૌદમાં પંચાયત કરીને સર્વસંમ્મતિથી આ નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં દૂધની કિમતો પર ટેક્સ નક્કી કરવામાં આવ્યો છે. ખાપ પંચાયતે દૂધની કિમત 35.5 રૂપિયા નક્કી કરી છે. ત્યાર બાદ લીલા ચારા પર ટેક્સ 20.35 રૂપિયા, ગોબર ટેક્સ 9.00 રૂપિયા, લેબર ચાર્જ 15.15 રૂપિયા, ખેડૂતોના લાભ 5.85 રૂપિયા લગાવ્યો છે.
પેટ્રોલ અને ડીઝલના ભાવો
પેટ્રોલ અને ડીઝલના ભાવ શનિવારે ફરી એક વાર વધ્યા છે. જે રીતે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓયલના ભાવ અઠવાડીયાના અંતિમ સત્રમાં ત્રણ ટકા સુધી ઘટાડો થયો છે. વિગત દિવસોની વાત કરીએ તો, તેલની કિમતોમાં વધારો થવાથી પેટ્રોલ અને ડીઝલના ભાવ આસમાને પહોંચી રહ્યા છે. ઈંડિયન ઓયલની વેબસાઈટ પર અનુસાર દિલ્હી, કલકત્તા, મુંબઈ અને ચેન્નઈમાં પેટ્રોલના ભાવ શનિવારે વધઈને ક્રમશ: 91.17 રૂપિયા, 91.35 રૂપિયા, 97.57 રૂપિયા અને 93.11 રૂપિયા પ્રતિ લિટર થયા છે. તો વળી ડીઝલના ભાવમાં પણ દિલ્હી, કલકત્તા, મુંબઈ અને ચેન્નઈમાં ક્રમશ: 81.47 રૂપિયા, 84.35 રૂપિયા, 88.60 રૂપિયા અને 86.45 રૂપિયા પ્રતિ લિટર થઈ ગયા છે.
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31