Last Updated on March 28, 2021 by
દિલ્લીથી વારાણસી જઈ રહેલા સ્પાઈસ જેટ વિમાનમાં તે સમયે અફરાતફી મચી ગઈ હતી.જ્યારે એક વ્યક્તિએ ઈમરજન્સી ગેટ ખોલવાની કોશિષ કરી હતી. આ કેસની ગંભીરતા જોઈને પાયલોટે ઈમરજન્સી લેડીંગની અપીલ કરવી પડી હતી. જો કે દિલ્લીથઈ વારાણસી જવા માટે ક્રમમાં સ્પાઈસ જેટમાં બેસેલા એક શખસે ઈમરજન્સી ગેટની પાસે જઈને તેની ખોલવાની કોશિષ કરી હતી. જે બાદ લોકોએ હંગામો કરવાનો શરૂ કરી દીધો હતો. ક્રુ મેમ્બર્સે આ અંગેની સુચના પાયલોટને આપી હતી. પાયલોટે સ્થિતિને ધ્યાનમાં રાખીને ઈમરજન્સી લેન્ડિંગની અપીલ કરી હતી. જો કે, વિમાનમાં હાજર લોકોએ તે શખસને વારાણસી પહોંચ્યા ત્યાં સુધી પકડીને રાખ્યો હતો.
વિમાનમાં હાજર રહેલા યાત્રિકે જણાવ્યું હતું કે, આ શખસની માનસિક સ્થિતિ સારી ન હતી અને વારંવાર ઈમરજન્સી ગેટ ખોલવાની જિદ કરી રહ્યો હતો. એક સમય એવું લાગ્યું તે ગેટ ખોલી દેશે અને ત્યાં હાજર રહેલા લોકોએ તેને કાબુમાં લીધો. એક યાત્રીએ જણાવ્યું હતું કે, આ શખસની માનસિક સ્થિતિ સારી ન હતી અને તે કંઈ પણ કરી શકતો હતો. અમે આ વિમના લેંડ થવા સુધી તેને પકડીને રાખ્યો હતો અને બાકીના યાત્રીકોનું જીવન બચાવ્યું. યાત્રીકે આગળ કહ્યું હતું કે, આ સમયે વિમાનમાં 89 યાત્રી હાજર હતા અને જો ભુલથી પણ ઈમરજન્સી ગેટ ખુલી જાત તો મોટી દૂર્ઘટના થાત.
જેલ હવાલે કરાયો આ શખસને
વિમાનને વારાણસી એરપોર્ટ પહોંચતા જ સીઆઈએસએફના જવાનોએ શખસની ધરપકડ કરી લીધી હતી. આ શખસનું નામ ગૌરવ ખન્ના જણાવવામાં આવી રહ્યું છે. પ્રાથમિક પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે, આ શખસની માનસિક સ્થિતિ સારી ન હતી. તો આ શખસને ફુલપુર પોલીસને સોંપવામાં આવ્યો છે. ફુલપુર પોલીસે આ કેસની તપાસ હાથ ધરી છે.
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31