GSTV
Gujarat Government Advertisement

સાવધાન/ ૨૦૫૦ સુધીમાં દુનિયાનાં ૨૫૦ કરોડ લોકો કાનથી ઓછું સાંભળશે, આ રિપોર્ટમાં ચોંકાવનારા ખુલાસા

Last Updated on March 8, 2021 by

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને શ્રવણશક્તિ અંગેનો અહેવાલ રજૂ કર્યો હતો. એમાં દાવો થયો હતો કે ૨૦૫૦ સુધીમાં દુનિયામાં ૨૫૦ કરોડ લોકો બહેરાશનો શિકાર બની જશે. કાનની જાળવણી બાબતે લોકોમાં જાગૃતિ ઓછી છે. વળી, નિષ્ણાતોની પણ ભારે અછત વર્તાય છે.

૨૦૫૦ સુધીમાં સરેરાશ ચારમાંથી એક વ્યક્તિ બહેરાશનો ભોગ બની ગઈ હશે

વર્લ્ડ હેલ્થ ઓર્ગનાઈઝેશને શ્રવણશક્તિ અંગેનો અહેવાલ જાહેર કર્યો હતો. એમાં કહેવાયું હતું કે ૨૦૫૦ સુધીમાં સરેરાશ ચારમાંથી એક વ્યક્તિ બહેરાશનો ભોગ બની ગઈ હશે. અંદાજે ૨૫૦ કરોડ લોકો એક કે બીજી કાનને લગતી સમસ્યાથી ઝઝૂમતા હશે. ૭૦ કરોડ એવાં હશે જેને સદંતર સંભળાતું બંધ થઈ ગયું હશે.

દુનિયામાં કાન-નાક-ગળાના નિષ્ણાતોની ભારે અછત

ચિંતાજનક રીપોર્ટ પ્રમાણે દુનિયામાં કાન-નાક-ગળાના નિષ્ણાતોની ભારે અછત છે. વળી, લોકોમાં શ્રવણશક્તિને લગતી કે કાનના રોગોને લગતી જાગૃતિ પણ ઘણી ઓછી છે. કાનના રોગોને સરેરાશ લોકો ગંભીરતાથી લેતા નથી અને તેનો ઈલાજ કરવાનું ટાળે છે. સરેરાશ ૧૦ લાખની વસતિએ દુનિયામાં કાન-નાક-ગળાનો માત્ર એક જ ડોક્ટર છે.

ભારતમાં શ્રવણદોષથી પીડાતાં લોકોની સરેરાશ ૬.૩ ટકા હતી

૨૦૧૮માં વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનના જ અહેવાલ પ્રમાણે ભારતમાં શ્રવણદોષથી પીડાતાં લોકોની સરેરાશ ૬.૩ ટકા હતી. બાળવયે બહેરાશનું પ્રમાણ દેશમાં બે ટકા છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને સલાહ આપી હતી કે પ્રાથમિક સારવારમાં કાનની સારવારને પ્રાધાન્ય આપવાની જરૃર છે. યોગ્ય સારવાર સમયસર મળે તો બાળવયથી જ જાગૃતિના અભાવે આવતી બહેરાશ રોકી શકાશે.

અવાજ પ્રદૂષણ બહેરાશ માટે કારણભૂત

દુનિયામાં અવાજ પ્રદૂષણ વધતું જાય છે તે બહેરાશ માટે કારણભૂત છે. વાહનોના અવાજથી ફેક્ટરીઓના અવાજ સતત આવતા રહેતા હોવાથી લોકોની સાંભળવાથી શક્તિ ઘટવા લાગી છે. વળી, મોર્ડન ઉપકરણોનો અતિરેક પણ એમાં કારણભૂત છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

અક્ષયે કોરોના સામે જીતી જંગ, 7 દિવસની સારવાર બાદ ઘરે પરત ફર્યો

ગીર-સોમનાથના ગામડાઓ વળ્યાં સ્વયંભૂ લોકડાઉન તરફ, 4 વાગ્યા બાદ આ ગામોમાં સજ્જડબંધનો નિર્ણય

ફફડાટ/ દિલ્હી-મુંબઇ બાદ નાના શહેરોમાં ઝડપથી ફેલાઇ રહ્યો છે કોરોના, આ 3 રાજ્યોમાં સૌથી વધુ ખતરો