GSTV
Gujarat Government Advertisement

ના હોય! જાતીય શક્તિ વધારવા માટે ગધેડાનું માંસ ખાઇ રહ્યાં છે ભારતીયો, મોઢામાં આંગળા નાંખી જશો એટલી છે કિંમત

ગધેડા

Last Updated on March 1, 2021 by

ભારતમાં સેક્સ એક ટેબૂ છે, પરંતુ સેક્સુઅલ પાવર વધારવા માટે લોકો કેવા કેવા ઉપાય કરે છે. કોઇ તમામ પ્રકારની દવાઓના સેવનથી તો કોઇ ઘરેલું અને આયુર્વેદિક ઉપાયો પણ અજમાવે છે. પરંતુ એ જાણ્યા પછી તમે દંગ રહી જશો રે આજકાલ આંધ્રપ્રદેશમાં આવી જ એક વિચિત્ર પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. હા, આંધ્રપ્રદેશના લોકોનું માનવું છે કે ગધેડાનું માંસ ખાવાથી સેક્સુઅલ પાવર વધે છે. આ સિવાય ત્યાંના લોકો ગધેડાના માંસના બીજા ઘણા ફાયદાઓ હોવાનો દાવો કરે છે.

ગધેડા

આટલી છે એક ગધેડાની કિંમત

આંધ્રપ્રદેશમાં ગધેડાઓની સંખ્યામાં સતત ઘટાડો થઈ રહ્યો છે. અહેવાલો અનુસાર આંધ્રપ્રદેશમાં ગધેડાની કિંમત 15 થી 20 હજાર રૂપિયા છે. આંધ્રપ્રદેશમાં ગધેડાનું માંસ 600 રૂપિયા પ્રતિ કિલોના દરે વેચાઇ રહ્યું છે. આ જ કારણ છે કે આંધ્રપ્રદેશમાં ગધેડાઓની સંખ્યામાં સતત ઘટાડો થઈ રહ્યો છે. અહીં લોકો માને છે કે ગધેડાનું માંસ ખાવાથી પીઠનો દુખાવો, અસ્થમા છૂમંતર થઇ જાય છે. એટલું જ નહીં, લોકો માને છે કે આ માંસ ખાવાથી જાતીય શક્તિ પણ વધે છે. ગધેડાનું માંસ મોટાભાગે પ્રકાશમ, કૃષ્ણા, પશ્ચિમ ગોદાવરી અને ગુંટુર જિલ્લામાં ખવાય છે.

ગધેડા

લુપ્ત થઇ રહેલી પ્રાણીઓની યાદીમાં ગધેડા પણ સામેલ

ભારતમાં ગધેડાની સંખ્યામાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. દેશમાં લુપ્ત થઈ રહેલા પ્રાણીઓની યાદીમાં ગધેડાનું નામ પણ શામેલ છે. આંધ્રપ્રદેશમાં ગધેડાઓની સંખ્યા વધુ ચિંતાજનક છે. ભારતીય ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઑફ ઈન્ડિયા (એફએસએસએઆઈ) એ ગધેડાને ‘ફૂડ એનિમલ’ ની કેટેગરીમાં નથી મૂક્યો, તેથી તેને મારવા અને તેને ખાવાનું સંપૂર્ણપણે ગેરકાયદેસર છે.

Read Also

Gujarat Government Advertisement

Related posts

અક્ષયે કોરોના સામે જીતી જંગ, 7 દિવસની સારવાર બાદ ઘરે પરત ફર્યો

ગીર-સોમનાથના ગામડાઓ વળ્યાં સ્વયંભૂ લોકડાઉન તરફ, 4 વાગ્યા બાદ આ ગામોમાં સજ્જડબંધનો નિર્ણય

ફફડાટ/ દિલ્હી-મુંબઇ બાદ નાના શહેરોમાં ઝડપથી ફેલાઇ રહ્યો છે કોરોના, આ 3 રાજ્યોમાં સૌથી વધુ ખતરો