GSTV
Gujarat Government Advertisement

કેરળમાં કોંગ્રેસને ઝટકો / કદાવર નેતા પીસીચાકોએ આપી દીધું રાજીનામું, હાઈકમાન્ડ જોઈ રહ્યું છે તમાશો

Last Updated on March 10, 2021 by

કેરળ કોંગ્રેસના દિગ્ગજ નેતા પી સી ચાકોએ આજે રાજીનામુ ધરી દેતાં કોંગ્રેસને વધુ એક આંચકો લાગ્યો છે. કેરળમાં વિધાનસભાની ચૂંટણીઓ માટે 6 એપ્રિલના રોજ મતદાન થવાનુ છે ત્યારે પી સી ચાકોએ તે પહેલા જ આજે પોતાના રાજીનામાની જાહેરાત કરી હતી. ન્યૂઝ એજન્સીના અહેવાલ પ્રમાણે ચાકોએ પોતાનુ રાજીનામુ કાર્યકારી અધ્યક્ષ સોનિયા ગાંધીને મોકલી આપ્યું છે.

ચાકોએ કહ્યું હતું કે, પાર્ટી બે ભાગમાં વહેંચાઈ ગઈ છે અને હું પાર્ટી હાઈકમાન્ડને આ મામલામાં દરમિયાન ગીરી કરવાની વિનંતીઓ કરીને થાકી ગયો છું. કેરળ કોંગ્રેસમાં ચાલી રહેલા ઘમાસાણને પાર્ટી હાઈકમાન્ડ ચૂપચાપ જોઈ રહ્યું છે.

તેમણે કહ્યું હતું કે, કેરળમાં કોંગ્રેસ એક નહી બે પાર્ટીમાં વહેંચાયેલી છે. લોકો કેરાલામાં કોંગ્રેસની વાપસી ઈચ્છે છે પણ ટોચના નેતાઓ જુથબંધીમાં વ્યસ્ત છે. મેં હાઈકમાન્ડને કહ્યું છે કે, આ ખતમ થવું જોઈએ પણ હાઈકમાન્ડ બંને જૂથની હામાં હા મિલાવે છે.

કેરળમાં આજે કોઈ કોંગ્રેસી નથી પણ કોંગ્રેસના એક ગ્રૂપમાં છે કે બીજા ગ્રૂપમાં છે. જેના કારણે મેં હવે કોંગ્રેસની બહાર નીકળી જવાનો નિર્ણય કર્યો છે. ઉલ્લેખનીય છે કે, ગયા સપ્તાહે સાંસદ રાહુલ ગાંધીના જ મત વિસ્તાર વાયનાડમાંથી ચાર કોંગ્રેસી નેતાઓ રાજીનામા આપી ચુકયા છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Gujarat Government Advertisement

Related posts

અક્ષયે કોરોના સામે જીતી જંગ, 7 દિવસની સારવાર બાદ ઘરે પરત ફર્યો

ગીર-સોમનાથના ગામડાઓ વળ્યાં સ્વયંભૂ લોકડાઉન તરફ, 4 વાગ્યા બાદ આ ગામોમાં સજ્જડબંધનો નિર્ણય

ફફડાટ/ દિલ્હી-મુંબઇ બાદ નાના શહેરોમાં ઝડપથી ફેલાઇ રહ્યો છે કોરોના, આ 3 રાજ્યોમાં સૌથી વધુ ખતરો