GSTV
Gujarat Government Advertisement

ખુશખબર: 809 રૂપિયાનો LPG સિલેન્ડર ખરીદો ફક્ત 9 રૂપિયામાં, 30 તારીખ સુધી જ મળશે આ લાભ

Last Updated on April 2, 2021 by

1 એપ્રિલથી એલપીજી ગૈસ સિલેંડરના ભાવ ઘટી ગયા છે. એલપીજી ગૈસ સિલેંડરની કિંમતમાં 10 રૂપિયાનો કાપ મુકાયો છે. ત્યાર બાદ દિલ્હીમાં સબ્સિડી વગરનો બાટલો 14.2 કિગ્રા LPG ગૈસ સિલેન્ડર ખરીદવા માટે પેટીએમે ગ્રાહકો માટે બમ્પર ઓફર લાવ્યા છે. આ ઓફર અંતર્ગત ગ્રાહકોને 809 રૂપિયાવાળો સિલેન્ડર ફક્ત 9 રૂપિયામાં મળશે.

જાણો શુ છે આ ઓફર ?

Paytmએ કૈશબૈક ઓફરની શરૂઆત કરી છે. આ કૈશબેક ઓફરમાં જો કોઈ ગ્રાહક ગૈસ સિલેન્ડર બુક કરાવે છે તો તેને 800 રૂપિયા સુધીનું કૈશબૈક મળી શકે છે. આપને જણાવી દઈએ કે, Paytmની આ ઓફર 30 એપ્રિલ 2021 સુધી લાગૂ રહેશે.એટલે કે, આખો મહિનો એલપીજી ખરીદવા માટે આપની પાસે સારો એવો મોકો છે.

ઓફર મેળવવા માટે શું કરવાનું રહેશે

જો આ ઓફરનો લાભ લેવા માગતા હોવ તો, સૌથી પહેલા આપને મોબાઈલ પર Paytm App ડાઉનલોડ કરવાનું રહેશે. ત્યાર બાદ ગેસ એજન્સીથી સિલેન્ડર બુકીંગ કરવાનો રહેશે. તેના માટે Paytm એપમાં Show more પર જઈને ક્લિક કરો. બાદમાં Recharge and Pay Bills વિકલ્પ દેખાશે. અહીં જઈને આપ પોતાના ગૈસ પ્રોવાઈડરને સિલેક્ટ કરો. બુકીંગ પહેલા આપ FIRSTLPG પ્રોમો કોડ નાખવાનો રહેશે. બુકીંગના 24 કલાકની અંદર આપને કૈશબૈકનું સ્કૈચ કાર્ડ મળી જશે. આ સ્કૈચ કાર્ડને 7 દિવસની અંદર ઉપયોગ કરી નાખવાનું રહેશે.

મફત LPG કનેક્શન બદલશે નિયમ

સરકાર ટૂંક સમયમાં જ એલપીજી કનેક્શન આપવાની યોજના સબ્સિડી સ્ટ્રક્ચરમાં ફેરફાર કરી શકે છે. પેટ્રોલિયમ મંત્રાલય ઉજ્જવલા યોજના અંતર્ગત ગરીબી રેખાથી નીચે જીવતા લોકોને મફતમાં LPG કનેક્શન આપે છે. કેન્દ્ર સરકારે આ વર્ષે 1 કરોડ નવા ગૈસ કનેક્શન આપવાની જાહેરાત કરી છે. પણ હવે ઓયલ માર્કેટિંગ કંપનીઓના એડવાંસ પેમેન્ટ મોડલમાં ફેરફાર થઈ શકે છે. તેના માટે સબ્સિડીના સ્ટ્રક્ચરમાં ફેરફાર કરશે. રિપોર્ટમાં જણાવ્યા પ્રમાણે પેટ્રોલિયમ મંત્રાલય સબ્સિડીના 2 નવા ઢાંચા પર કામ કરી રહ્યુ છે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

અક્ષયે કોરોના સામે જીતી જંગ, 7 દિવસની સારવાર બાદ ઘરે પરત ફર્યો

ગીર-સોમનાથના ગામડાઓ વળ્યાં સ્વયંભૂ લોકડાઉન તરફ, 4 વાગ્યા બાદ આ ગામોમાં સજ્જડબંધનો નિર્ણય

ફફડાટ/ દિલ્હી-મુંબઇ બાદ નાના શહેરોમાં ઝડપથી ફેલાઇ રહ્યો છે કોરોના, આ 3 રાજ્યોમાં સૌથી વધુ ખતરો