Last Updated on April 1, 2021 by
પટીએમ મની હવે પૂણેમાં ટેક્નોલોજી ડેવલપમેન્ટ એન્ડ ઈનોવેશન સેન્ટર શરૂ કરવાની યોજના બનાવી રહ્યું છે. તેના માટે કંપની મોટી સંખ્યામાં નોકરી પણ દેશે. કંપનીએ ગુરૂવારે આ અંગે જાણકારી આપી છે. પેટીએમ મની 250થી વધારે ફ્રંટ-એન્ડ, બૈક-એન્ડ એન્જિનિયરો અને ડેટા વૈજ્ઞાનિકો માટે નવા વેલ્થ પ્રોડક્ટ્સ અને સર્વિસ માટે કામ ઉપર રાખશે. કંપનીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, પેટીએમ મની રીટેલ ઈનવેસ્ટ્સ માટે રોકાણ અને વેલ્થ ક્રિએશનને સરળ બનાવવાની કોશિષ કરી રહી છે અને પૂણેમાં નવી સર્વિસ પ્રોડક્ટ ઈનોવેશન ઉપર ધ્યાન કેન્દ્રીત કરશે. વિશેષરૂપથી મ્યુચ્યુઅલ ફંડ અને ડીઝીટલ ગોલ્ડ માટે.
જાણો શું કહ્યું કંપનીએ ?
પેટીએમ મનીના સીઈઓ વરૂણ શ્રીધરના જણાવ્યા પ્રમાણે કંપનીએ પોતાની મહત્વાકાંક્ષાઓ પૂર્ણ કરવા માટે સારી એન્જિનિયરિંગની પ્રતિભાની જરૂરત છે. તેણે કહ્યું કે, અમે અમારા ઉપભોક્તાઓ માટે ઓછાખર્ચવાળી પ્રૌદ્યોગિકીનો લાભ ઉઠાવવા અને એક ઠોસ, અભિનવ અને સ્થિર મંચ પ્રદાન કરવા માટે કોશિષ કરતા રહીશું.
પૂણે ઈનોવેશન સેન્ટર બનવા તરફ આગળ વધ્યું
વરૂણ શ્રીધરે કહ્યું છે કે, પૂણે પોતાના ઉચ્ચ ગુણવત્તાવાળી શિક્ષા માટે પ્રસિદ્ધ છે અને સારી પાયાની સુવિધાઓ અને શાનદાર હવામાનની સાથે એક શાનદાર પ્રતિભાઓ આપે છે. અમારૂ માનવું છે કે, પૂણે ફિનટેક માટે એક ઈનોવેશન સેન્ટર બનવા તરફ આગળ વધી રહ્યું છે. અને પેટીએમમનીની વિસ્તાર યોજનાઓ માટે એક સ્વાભાવિક વિકલ્પ પણ છે.
માર્ચમાં 1.4 બિલિયન ડિઝિટલ ચુકવણી
ડિઝિટલ ચૂકવણી કંપની પેટીએમે સોમવારે જણાવ્યું હતું કે, તેનું માસિક ડિઝિટલ ચૂકવણી અને લેણદેણ 1.4 બિલિયનને પાક કરી ગયું છે. કંપનીએ દાવો કર્યો છે કે ઓફલાઈન ચૂકવણી અને નાણાકીય સેવાઓમાં ઉચ્ચી વૃદ્ધિના કારણે આ આંકડો પ્રાપ્ત કરી શકી છે. પેટીએમે ગુરૂવારે કહ્યું કે, તેને માર્તમાં 1.4 બિલિયનથી વધારે માસિક લેણદેણ પ્રાપ્ત કર્યું છે. જેના કારણે ઓફલાઈન ચૂકવણી અને નાણાકીય સેવાઓમાં ભારે વૃદ્ધિ થઈ છે.
પેટીએમના વાઈસ પ્રેસિડન્ટ નરેન્દ્ર યાદવે નિવેદનમાં જણાવ્યું છે કે, મોટી સંખ્યમાં અમારા પ્રયોગકર્તાઓએ પેટીએમની સાથે ડિઝીટલ યાત્રા શરૂ કરી હતી. હવે તે લોકોએ અમારી નાણાકીય સેવાઓને અપનાવી લીધી છે. યાદવે કહ્યું છે કે, સ્ટ્રીટ હોકર્સ, નાના દુકાનદાર અમારા સાઉન્ડબોક્સને અપનાવી રહ્યાં છે. જેનાથી ડિઝિટલ ચૂકવણી ઉપર ભરોસો કાયમ કરવામાં મદદ મળે છે. કારણ કે હવે તેને દરેક ચૂકવણી ઉપર કંફર્મેશન મળે છે.
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31