GSTV
Gujarat Government Advertisement

LPG/ આમ આદમીને મોટી રાહત, તમને પણ સસ્તામાં મળશે રાંધણ ગેસ, આ રીતે ચેક કરો તમને સબસિડી મળી કે નહીં

lpg

Last Updated on March 11, 2021 by

LPG Cylinder : છેલ્લા કેટલાક દિવસોમાં ઘરેલું સિલિન્ડર એટલે કે એલપીજીના ભાવમાં ઘણો વધારો થયો છે જેના કારણે લોકો ચિંતિત છે. દિલ્હીની વાત કરીએ તો, સિલિન્ડર હવે રાષ્ટ્રીય રાજધાનીમાં 819 રૂપિયા થઈ ગયો છે. ફેબ્રુઆરીની તુલનામાં, એલપીજીના ભાવમાં 125 રૂપિયા વધારો થયો છે. આ વધતી કિંમતો વચ્ચે લોકો કોઇ ઑફર હેઠળ સિલિન્ડર ખરીદવાનું વિચારી રહ્યા છે જેથી કેટલાક પૈસા બચાવી શકાય. તો ચાલો તમને જણાવીએ કે તમે સિલિન્ડર બુકિંગ પર કેવી રીતે બચત કરી શકો છો …

LPG subsidy

આ રીતે બુક કરો LPG સિલિન્ડર, થશે ફાયદો

ખરેખર, ડિજિટલ પેમેન્ટ એપ્લિકેશન પેટીએમ તમને પહેલીવાર સિલિન્ડર બુક કરાવવા માટે 100 રૂપિયાનું કેશબેક ઓફર કરે છે. જો તમે પેટીએમથી સિલિન્ડર બુકિંગનું પેમેન્ટ કરો, તો તમને દિલ્હીમાં 819 રૂપિયાનો સિલિન્ડર 719 રૂપિયામાં મળશે. જોકે પેટીએમએ ગ્રાહકોને સિલિન્ડર બુકિંગ માટેની ઑફર આપી છે, જો કે કેટલીક શરતો પણ તેમાં લાગુ છે.

કંપનીની પહેલી શરત એ છે કે કેશબેક ઓફર ફક્ત પહેલીવાર બુકિંગ કરનારા ગ્રાહકોને જ આપવામાં આવશે. બીજું, 31 માર્ચ સુધી ફક્ત એક જ સિલિન્ડર બુકિંગ થઈ શકે છે. ચુકવણી પછી તમને એક સ્ક્રેચ કાર્ડ મળશે, તમારે તેને સાત દિવસમાં સ્ક્રેચ કરવાની જરૂર છે. જો તમે આ સાત દિવસમાં સ્ક્રેચ કરશો નહીં, તો સ્ક્રેચ કાર્ડની માન્યતા સમાપ્ત થઈ જશે.

ગેસ

તમે સ્ક્રેચ કાર્ડમાં જે પણ રકમ જીતશો, તે કંપની તેને તમારા પેટીએમ વૉલેટને 24 કલાકમાં આપવામાં આવશે. આ દરમિયાન, તમને જણાવી દઇએ કે એમેઝોન એલપીજી સિલિન્ડરની બુકિંગ પર પણ કેશબેક આપી રહ્યું છે. તાજેતરમાં જ ઇન્ડિયન ઓઈલે એક ટ્વીટમાં આ વિશે માહિતી આપી છે. જ્યારે તમે પ્રથમ વખત એમેઝોનથી ઇન્ડેનના એલપીજી સિલિન્ડર બુક કરશો, ત્યારે તે તમને 50 રૂપિયાનું કેશબેક કંપની આપશે.

LPG સબસિડી મળી કે નહીં આ રીતે ચેક કરો

  • સૌ પ્રથમ, તમારા મોબાઇલ અથવા કમ્પ્યુટરને ઇન્ટરનેટથી કનેક્ટ કરીને ઓપન કરો.
  • તે પછી બ્રાઉઝર પર જાઓ જ્યાં તમારે www.mylpg.in ટાઇપ કરવાનું છે અને તેને ઓપન કરો.
  • આ પછી, તમે જમણી બાજુએ ગેસ કંપનીઓના ગેસ સિલિન્ડરોની તસવીર જોશો.
  • તમે જે કંપનીની સર્વિસ લઈ રહ્યા છો તેના ગેસ સિલિન્ડરની તસવીર પર ક્લિક કરો.
  • આ પછી, તમે એક નવી વિંડો જોશો જે તમારા ગેસ સર્વિસ પ્રોવાઇડરની હશે.
  • આ કર્યા પછી, ઉપર જમણી બાજુએ, તમે સાઇન-ઇન અને ન્યૂ યુઝરનો વિકલ્પ જોશો, તેના પર ટેપ કરો.
lpg
  • -જો તમારી આઈડી પહેલેથી જ બનાવેલી છે તો તમારે સાઇન ઇન કરવાની જરૂર છે.
  • -જો તમારી પાસે આઈડી નથી, તો તમારે ન્યૂ યુઝરને ટેપ કરવાનું છે. વેબસાઇટ પર લૉગિન કરો.
  • આ પછી, જે વિંડો ખુલશે તેમાં જમણી તરફ વ્યુ સિલિન્ડર બુકિંગ હિસ્ટ્રીનો વિકલ્પ જોવા મળશે, તેના પર ક્લિક કરો.
  • અહીં તમને કયા સિલિન્ડર પર અને ક્યારે કેટલી સબસિડી આપવામાં આવી છે તેની માહિતી મળશે.
  • -જો તમે ગેસ બુક કરાવ્યો છે અને તમને સબસિડીના પૈસા મળ્યા નથી, તો ફીડબેક બટન પર ક્લિક કરો.
  • અહીં તમે સબસિડીના પૈસા નહીં મળવાની ફરિયાદ પણ નોંધાવી શકો છો.
  • આ સિવાય, જો તમે હજી સુધી તમારા ખાતામાં એલપીજી આઈડી લિંક કરેલી નથી, તો ડિસ્ટ્રિબ્યુટર પર જાઓ અને તમારું કામ પૂરું કરો.
  • -તમે ફ્રીમાં 18002333555 પર કૉલ કરીને ફરિયાદ નોંધવાનું કાર્ય પણ કરી શકો છો.

Read Also

Gujarat Government Advertisement

Related posts

અક્ષયે કોરોના સામે જીતી જંગ, 7 દિવસની સારવાર બાદ ઘરે પરત ફર્યો

ગીર-સોમનાથના ગામડાઓ વળ્યાં સ્વયંભૂ લોકડાઉન તરફ, 4 વાગ્યા બાદ આ ગામોમાં સજ્જડબંધનો નિર્ણય

ફફડાટ/ દિલ્હી-મુંબઇ બાદ નાના શહેરોમાં ઝડપથી ફેલાઇ રહ્યો છે કોરોના, આ 3 રાજ્યોમાં સૌથી વધુ ખતરો