GSTV
Gujarat Government Advertisement

સાવધાની/ATMમાંથી પૈસા ઉપાડતી વખતે ખાસ ધ્યાન આપો આ લાઈટ પર, નહિ તો ખાલી થઇ જશે એકાઉન્ટ

ATM

Last Updated on March 16, 2021 by

આજના સમયમાં ATMની સુવિધાને કેસની ચિંતાને પુરી રીતે દૂર કરી દીધી છે. ATMના ચલણના કારણે હવે દરેક પાસે 24 કલાક નકદી કાઢવાની સુવિધા ઉપલબ્ધ છે, પરંતુ ATMને લઇ સતત ઘણા પ્રકારના ફ્રોડ પણ સામે આવતા રહે છે. એવામાં થોડી સાવધાની રાખવામાં આવે તો બેન્ક એકાઉન્ટ સેફ રાખી શકાય છે. મતલબ સાફ છે કે જો તમે એટીએમથી પૈસા કાઢો છો તો તમારે પહેલા તપાસ કરી લેવી જોઈએ કે જે ATMથી પૈસા કાઢી રહ્યા છે, તે કેટલું સુરક્ષિત છે.

ATMથી વધુ ખતરો કાર્ડ ક્લોનિંગથી થાય છે. કાર્ડ ક્લોનિંગનો મતલબ થાય છે કે કોઈ તમારી જૂની જાણકારી ચોરી કરી બીજો કાર્ડ બનાવી લે.

આવી રીતે ચોરી થઇ શકે છે ડિટેલ્સ

atm
  • હેકર કોઈ પણ યુઝરના ડેટા ATM મશીનમાં કાર્ડ લગાવવા વાળા સ્ટોલથી ચોરી કરી લે છે
  • તેઓ ATM મશીનના કાર્ડ સ્ટોલમાંજ એવું ડિવાઈઝ લાગવે છે કે જે તમારા કાર્ડની તમામ જાણકારી સ્કેન કરી લે છે
  • ત્યાર પછી બ્લુટુથ અથવા બીજા વાયરલેસ ડિવાઈઝથી તમારો ડેટા ચોરી કરી લે છે.

આ વાતોનું રાખો ખાસ ધ્યાન

ATM
  • ડેબિટ કાર્ડ એક્સેસ લેવા માટે હેકર્સ પાસે તમારો પિન નંબર હોવો જરૂરી છે. હેકર્સ પિન નંબરને કોઈ કેમેરા સાથે ટ્રેક કરી શકે છે. એનાથી બચવા માટે તમે જયારે પણ ATMમાં પોતાનો પિન એન્ટર કરો છો તો એને બીજાથી હાથે છુપાવી લેવો. જેઠાઈ એમની ઇમેજ સીસીટીવીમાં ન આવે.
  • જયારે તમે ATMમાં જાઓ છો ત્યારે મશીનમાં કાર્ડ સ્લોટને ધ્યાનથી જોવો. જો તમને લાગે છે કે ATM કાર્ડ સ્લોટમાં કોઈ ચેડા કરવામાં આવ્યા છે અથવા સ્લોટ ઢીલો છે અથવા કોઈ ગડબડ છે તો એનો ઉપયોગ ન કરો.
  • કાર્ડ સ્લોટમાં કાર્ડ લગાવતી સમયે એમાં સળગતી લાઈટ પર ધ્યાન આપો. જો સ્લોટમાં ગ્રીન લાઈટ સળગી રહી છે તો એટીએમ સુરક્ષિત છે. પરંતુ જો એમાં લાલ અથવા કોઈ પણ લાઈટ સળગી નથી રહી તો એનો ઉપયોગ ન કરો. એમાં કઈ પણ પ્રોબ્લેમ હોઈ શકે છે
  • જો ક્યારે પણ તમને લાગે કે તમે હેકર્સના જાળમાં ફસાય ગયા છે અને બેન્ક બંધ છે તો તરત પોલીસને કોન્ટેક્ટ કરો. એવું એટલા માટે કારણ કે ત્યાં તમને હેકર્સના ફિંગર પ્રિન્ટ મળશે. સાથે જ તમે એ પણ જોઈ શકશો કે તમારી આજુ બાજુ કોનું બ્લુટુથ કનેકશન કામ કરી રહ્યું છે. જેથી તમે વ્યક્તિ સુધી પહોંચી શકો છો.

Read Also

Gujarat Government Advertisement

Related posts

અક્ષયે કોરોના સામે જીતી જંગ, 7 દિવસની સારવાર બાદ ઘરે પરત ફર્યો

ગીર-સોમનાથના ગામડાઓ વળ્યાં સ્વયંભૂ લોકડાઉન તરફ, 4 વાગ્યા બાદ આ ગામોમાં સજ્જડબંધનો નિર્ણય

ફફડાટ/ દિલ્હી-મુંબઇ બાદ નાના શહેરોમાં ઝડપથી ફેલાઇ રહ્યો છે કોરોના, આ 3 રાજ્યોમાં સૌથી વધુ ખતરો