Last Updated on March 12, 2021 by
કોરોના વાયરસનો ખતરો હજુ પણ તોળાઇ રહ્યો છે પકંતુ લોકો તેને લઇને હવે એકદમ બેફિકર થઇ ગયા છે. ઘણાં લોકોએ માસ્ક પહેરવાનું પણ છોડી દીધું છે. તેવામાં જ્યારે કોઇ તેમને માસ્ક પહેરવાનું કહે છે તો તેમનો પારો ચડી જાય છે. આવો જ એક કિસ્સો સેન ફ્રાંસિસ્કોનો સામે આવ્યો છે. જ્યાં એક મહિલા યાત્રી પોતાના મિત્રો સાથે મળીને ડ્રાઇવર સાથે દુર્વ્યવહાર કરે છે કારણ કે તેણે ફક્ત મહિલાને માસ્ક પહેરવા કહ્યું.
જુઓ આ વીડિયો….
વીડિયોમાં જોઇ શકાય છે કે કેબની બેક સીટ પર ત્રણ મહિલાઓ બેઠી છે. એક મહિલાએ માસ્ક પહેર્યુ છે અને તે પોતાના ફોનમાં વ્યસ્ત નજરે આવી રહી છે. જ્યારે બે મહિલા કેબ ડ્રાઇવર સાથે દલીલો કરતી જોવા મળી રહી છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે કેબ ડ્રાઇવરે યુવતીઓને માસ્ક પહેરવા કહ્યું હતું જે બાદ એક યુવતી ભડકી ઉઠી અને કેબ ડ્રાઇવર સાથે દુર્વ્યવહાર કરવા લાગી. તે ડ્રાઇવરની નજીક જઇને ખાંસે છે અને તેને અપશબ્દો પણ કહે છે. સાથે જ તેનો ફોન પણ ઝૂંટવતી જોવા મળી રહી છે.
શું છે સમગ્ર મામલો
આ વીડિયો સોશિયલ મીડિયાના અનેક પ્લેટફોર્મ્સ પર શેર કરવામાં આવી રહ્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર, ડ્રાઇવર શુભાંકર નેપાળનો છે અને 3 વર્ષોથી Uber માટે કાર ચલાવી રહ્યો છે. તેણે તાજેતરમાં જ Bayviewથી ત્રણ મહિલાઓને કેબમાં બેસાડી.
પરંતુ ત્રણેય મહિલાઓએ માસ્ક પહેર્યુ ન હતું તેથી શુભાંકરે તેમને માસ્ક પહેરવા કહ્યુ, જે બાદ મહિલાઓ તેની સાથે ગેરવર્તણૂક કરવા લાગી. તે બાદ શુભાંકરે ગાડી રોકી અને મહિલાઓને ઉતરવા કહ્યુ. પરંતુ તેમણે ઇનકાર કરી દીધો. સેન ફ્રાંસિસ્કો પોલીસે કહ્યું કે તેઓ આ ઘટનાની તપાસ કરી રહી છે અને જલ્દી જ ત્રણેય પેસેન્જર વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે.
Read Also
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31