Last Updated on March 12, 2021 by
દિલ્હી સરકારના ઊર્જામંત્રી સત્યેન્દ્ર જૈને તમામ મોલ, શોપિંગ કોમ્પ્લેક્સ, સિનેમા હોલ / મલ્ટીપ્લેક્સ, ઓફિસ સ્પેસ, હોટલ, રેસ્ટોરાં અને હોસ્પિટલો જેવી જગ્યાઓ પર જ્યાં 100 થી વધુ વાહનોની પાર્કિંગ ક્ષમતા હોય તે જગ્યાઓમાં 5% પાર્કિંગનો ભાગ ઈલેક્ટ્રિક વાહનોના પાર્કિંગ માટે અને ચાર્જિંગ પોઈન્ટ માટે રિઝર્વ રાખવાનો આદેશ આપ્યો છે. આ માટે આ બિલ્ડિંગોને ડિસેમ્બર સુધીનો સમય આપવામાં આવ્યો છે. ઇલેક્ટ્રિક વાહન નીતિ હેઠળ આવા મકાનોને પ્રતિ ચાર્જિંગ પોઇન્ટ દીઠ 6 હજાર રૂપિયા સુધીની સબસિડી પણ આપવામાં આવશે.
જ્યાં મોટા પાર્કિંગ છે ત્યાં 5 ટકા પાર્કિંગ સ્પેશ રાખવાનો આદેશ આપ્યો
આ નિર્ણય દિલ્હીમાં ઇલેક્ટ્રિક વાહનને પ્રોત્સાહન આપવા માટે લેવામાં આવ્યો છે. આ સમગ્ર મામલે, દિલ્હીના ઊર્જામંત્રી સત્યેન્દ્ર જૈનનું નિવેદન પણ સામે આવ્યું છે. જેમાં તેમણે કહ્યું કે દિલ્હીમાં જ્યાં મોટા પાર્કિંગ છે ત્યાં 5 ટકા પાર્કિંગ સ્પેશ રાખવાનો આદેશ આપ્યો છે. જેથી જ્યાં પણ મોટા પાર્કિંગ છે ત્યાં લોકોને ચાર્જિંગની સુવિધા મળી શકે.
500 ચાર્જિંગ પોઇન્ટ બનાવવાનું લક્ષ્યાંક
સત્યેન્દ્ર જૈને કહ્યું કે જે જગ્યાઓએ 100 થી વધુ પાર્કિંગની ક્ષમતા છે ત્યાં પાર્કિંગ સ્પેશ માટે આદેશ આપ્યો છે. હાલમાં પ્રથમ તબક્કામાં 100 સ્થળોએ 500 ચાર્જિંગ પોઇન્ટ બનાવવાનું લક્ષ્યાંક છે. આ અગાઉ દિલ્હીના પરિવહન મંત્રી કૈલાસ ગેહલોતે પણ કહ્યું હતું કે સ્વીચ દિલ્હી અભિયાન અંતર્ગત રહેણાંક વસાહતોમાં ઇલેક્ટ્રિક વાહનો માટે ચાર્જિંગ સ્ટેશન બનાવવાની યોજના તૈયાર કરવામાં આવી રહી છે. સરકારનું માનવું છે કે વસાહતોમાં ચાર્જિંગ સ્ટેશનો હોવાથી લોકોને ઇલેક્ટ્રિક વાહનો ચાર્જ કરવામાં મુશ્કેલી નહીં પડે. ખરેખર, દિલ્હી સરકારે આ વર્ષે ફેબ્રુઆરીમાં સ્વીચ દિલ્હી અભિયાન શરૂ કર્યું હતું. સરકારનું લક્ષ્ય છે કે 2024 સુધીમાં, દિલ્હીમાં વેચાયેલા દરેક 4 વાહનોમાંથી 1 ઇલેક્ટ્રિક વાહનો હોવું જોઈએ.
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31