GSTV
Gujarat Government Advertisement

વાહ/ સ્કૂલમાં તમારું બાળક શું કરી રહ્યું છે એ ઘરે બેઠા જોઈ શકશો : આ સરકાર કરી રહી છે સૌથી મોટો પ્રયોગ

સ્કૂલો

Last Updated on February 28, 2021 by

જો હવે નિયમિત સ્કૂલ ખુલી શકે તો દિલ્હીમાં એક એપ્રિલથી 7.5 લાખ વાલીઓ ઘરે બેઠા સ્કૂલમાં બાળકોની ગતિવિધિ જોઈ શકશે. વાલીઓને આ સુવિધા એમના મોબાઈલ પર મળી શકશે. આ વ્યવસ્થાને શરુ કરવાની તૈયારીમાં નિર્માણ વિભાગ (PWUD) કામે લાગી ગયું છે. એક એપ્રિલથી આ તમામ વાલીઓની સાથે એના પાસવર્ડ મોકલી આપવામાં આવશે. PWED વાલીઓના મોબાઈલ નંબરનું સત્યાપન કરી રહ્યા છે, જેથી જો મોબાઈલ નામાબર બદલાઈ ગયો છે તો એને અપડેટ કરી શકાશે.

દિલ્હી સરકાર પાસે 1,028 સ્કૂલ છે. આ 15 લાખથી વધુ બાળકો અભ્યાસ કરે છે. આ સ્કૂલ 728 ઇમારતોમાં છે. એમાંથી 500 ઇમારતોમાં સીસીટીવી કેમેરા લગાવવાની સાથે સિસ્ટમ તૈયાર કરી દીધું છે. બાકી કામ પણ 31 માર્ચ સુધી પૂરું કરી લેવામાં આવશે. કોઈ પણ બે પાલીમાં ક્લાસ ચાલે છે. કેમેરાને લગાવવા કંપની જ પાંચ વર્ષ માટે મેન્ટેનન્સની જવાબદારી સંભાળશે. આ કામ ટેકનોસીસ સિક્યોરિટી લિમિટેડ કરી રહી છે. વિધાર્થીઓનું સુરક્ષાને ધ્યાનમાં રાખીને લગભગ દોઢ લાખ કેમેરા લગાવવાનું કામ જાન્યુઆરી 2019માં શરુ કરવામાં આવ્યું હતું, જે હેઠળ ચાર મેગા પિક્સલ કેમેરા લગાવવામાં આવ્યા છે.

સરકારી શાળામાં 31 માર્ચ સુધી લગાવવામાં આવશે કેમેરા

તમામ સરકારી સ્કૂલોમાં આ વ્યવસ્થા કરવામાં આવશે
સ્કૂલમાં કેમેરા ક્લાસમાં, કોરિડોર તેમજ તમામ ખુલ્લી જગ્યાએ લગાવવામાં આવ્યા છે. એક સ્કૂલમાં લગભગ 200 સુધી કેમેરા લગાવવામાં આવ્યા છે.
દરેક ક્લાસમાં કેમેરા લગાવવા સાથે સાથે પ્રધાનાઘ્યાપકના કક્ષમાં LED સ્ક્રીન પણ લગાવી દેવામાં આવી છે. જેના પર તેઓ દરેક ક્લાસની ગતિવિધિઓ પર નજર રાખી શકશે.
જો કોઈ કેમેરા સાથે ચેડાં કરે છે અથવા એને પકડવાની કોશિશ કરશે તો તાત્કાલિક સ્કૂલ આચાર્ય અને PWDના સંબધિત ઈજનેરના મોબાઈલ પર મેસેજ જશે.
કરોડોના ખર્ચે આ યોજના પુરી થશે
કરોડો રૂપિયામાં થશે કેમેરાની ખરીદી
કરોડો રૂપિયામાં મેન્ટેનન્સ પર ખર્ચ થશે પાંચ વર્ષ સુધી
સ્કૂલોની બિલ્ડીંગમાં સિસ્ટમ તૈયાર

આ માટે બની યોજના

સપ્ટેમ્બર 2017માં ગુરુગ્રમની એક ખાનગી સ્કૂલમાં એક બાળકની હત્યા કરી દેવામાં આવી છે. બાળકનો શવ સ્કૂલોના શૌચાલયમાં મળ્યું હતું. ત્યાર પછી દિલ્હીની તમામ સ્કૂલોમાં સીસીટીવી કેમેરા લગાવવા માટે આ યોજના પર કામ શરુ કર્યું હતું.

Read Also

Gujarat Government Advertisement

Related posts

અક્ષયે કોરોના સામે જીતી જંગ, 7 દિવસની સારવાર બાદ ઘરે પરત ફર્યો

ગીર-સોમનાથના ગામડાઓ વળ્યાં સ્વયંભૂ લોકડાઉન તરફ, 4 વાગ્યા બાદ આ ગામોમાં સજ્જડબંધનો નિર્ણય

ફફડાટ/ દિલ્હી-મુંબઇ બાદ નાના શહેરોમાં ઝડપથી ફેલાઇ રહ્યો છે કોરોના, આ 3 રાજ્યોમાં સૌથી વધુ ખતરો