Last Updated on March 1, 2021 by
ઈનકમ ટેક્સ ડિપાર્ટમેન્ટે 31 માર્ચ 2021 સુધી આધાર સાથે પેન લિંક કરવાની ડેડલાઈન ફિક્સ કરી છે. એ કામ કરવામાં નિષ્ફળ રહેવાથી તમારું પેન કાર્ડ બેકાર થઈ જશે. પેન આધાર લિંકિંગની ડેડલાઈનને આગળ વધારવામાં નથી આવી. ઈનકમ ટેક્સ ડિપાર્ટમેન્ટે કહ્યું કે, પેનને આધાર સાથે લિંક નહીં કરનાર પેન કાર્ડધારકોને આયકર અધિનિયમ હેઠળ પરિણામ ભોગવવું પડશે. જો દંડથી બચવા માગતા હોય તો ડેડલાઈન ખતમ થયા પહેલા પેનને આધાર સાથે લિંક કરી લેવું.
ઈનકમ ટેક્સ એક્ટ હેઠળ પેન કાર્ડધારકને માત્ર નોન-પેન કાર્ડધારક માનવામાં નહીં આવે પરંતુ તેમના પર ઈનકમ ટેક્સ એક્ટ 272B હેઠળ 10,000 રૂપિયાનો દંડ પણ લગાવવામાં આવી શકે છે. જો તમે કોઈ બેંકમાં જાવ છો અને 50,000 રૂપિયાથી વધુનું ખાતુ ખોલાવવા માટે જમા અથવા ઉપાડતા સમયે તમારે તમારું પેન કાર્ડ આપવાની આવશ્યકતા છે. તમે ખોટું અથવા નિષ્ક્રિય પેન આપો છો તો તમારા પર 10,000 રૂપિયાનો દંડ કરવામાં આવે છે.
અહિં પેન કાર્ડ છે અનિવાર્ય
જણાવી દઈએ કે બેંક ખાતુ ખોલવા, મ્યૂચ્યુઅલ ફંડ અથવા શેર ખરીદવા અને ત્યાં સુધી કે 50,000 રૂપિયાથી વધુ રોકડનું લેનદેન કરવા જેવા અનેક કાર્યો માટે પેન કાર્ડ હોવું અનિવાર્ય છે. જો કે, એવા તમામ નિષ્ક્રિય પેન કાર્ડ ચાલુ થઈ જશે. જ્યારે પેન કાર્ડધારક પોતાના પેનને આધાર સાથે લિંક કરશે.
SMS મોકલી પેનને આધાર સાથે લિંક કરવાની પ્રક્રિયા
- તમારા ફોન પર ટાઈપ કરો : UIDPAN ત્યારબાદ 12 અંકનો આધાર નંબર લખી અને પછી 10 અંકનું પાન નંબર લખો.
- હવે મેસેજ 567678 અથવા 56161 પર મોકલો.
ઈ-ફાઈલિંગ વેબસાઈટ ગ્વારા પેન અને આધાર લિંક કરવાના સ્ટેપ્સ
- સૌ પ્રથમ ઈનકમ ટેક્સની વેબસાઈટ પર જાવ.
- આધારકાર્ડમાં આપવામાં આવેલ નામ, પેન નંબર અને આધાર નંબર એન્ટર કરો.
- આધાર કાર્ડમાં માત્ર જન્મનું વર્ષ મેંશન થવા પર સ્ક્વેર ટિક કરો.
- હવે કૈપ્ચ કોડ એન્ટર કરો.
- હવે LINK Aadhaar બટન પર ક્લિક કરો.
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31