Last Updated on March 30, 2021 by
PAN-Aadhaar Link: જો તમે અત્યાર સુધી તમારુ Permanent Account Number (PAN) અને આધાર કાર્ડ લિંક નથી કરાવ્યું તો, આ બેદરકારી તમારા ખિસ્સાને ભારે પડી જશે. તેના માટે 10 હજાર રૂપિયાનો દંડ તો થશે જ સાથે જ તમારુ PAN કાર્ડ પણ અમાન્ય થઇ જશે. તેના માટે બસ તમારી પાસે ફક્ત 2 દિવસનો સમય બચ્યો છે, તેવામાં ફટાફટ એટલે કે તરત જ તમારા PAN અને આધાર કાર્ડને લિંક કરાવી દો.
31 માર્ચ છે ડેડલાઇન
હકીકતમાં આ કવાયત લોકસભામાં પાસ થયેલા Finance Bill, 2021માં એક નવા સંશોધનનો હિસ્સો છે. જેને પાસ કરવા દરમિયાન સરકારે Income Tax Act, 1961માં એક નવુ સેક્શન (Section 234H) જોડ્યુ છે. જે તે તમામ લોકો પર દંડ લાગુ કરશે જે 31 માર્ચ 2021 સુધી પોતાના PAN કાર્ડને આધાર સાથે લિંક નહીં કરે.
નહીંતર PAN કાર્ડ થઇ જશે બેકાર
જો કે આ પેનલ્ટી 1000 રૂપિયાથી ઓછી જ હશે, તેનાથી વધુ નહીં. સરકાર તે લોકો પર પેનલ્ટીની રકમ નક્કી કરશે જે નિશ્વિત સમય પહેલા PANને આધાર સાથે લિંક નહીં કરે. પરંતુ મુશ્કેલી એ થશે કે આવા લોકોના PAN ‘inoperative’ થઇ જશે. એટલે કે તેનો ઉપયોગ કોઇપણ નાણાકીય કામ માટે નહીં કરી શકાય કારણ કે તમામ નાણાકીય કામો માટે PAN એક ફરજિયાત ડોક્યુમેન્ટ છે.
10,000 રૂપિયાની લાગી શકે છે પેનલ્ટી
1000 રૂપિયાની પનલ્ટી જે લોકોને હળવી લાગી રહી છે તો તે આ સમજી લે કે તેના ઘણાં કામ અટકી શકે છે, જેમ કે ઇનકમ ટેક્સ દાખલ કરવામાં PANની જરૂર પડે છે, પરંતુ PAN ‘inoperative’ થઇ ગયું હોય તો તમે ઇનકમ ટેક્સ નહીં ભરી શકો જેથી તમારા પર ભારે દંડ લાગી શકે છે, અને આ દંડ 10 હજાર રૂપિયા સુધી હોઇ શકે છે. એટલે કે 10 હજાર રૂપિયાનો દંડ અને તેની ઉપર 1000 રૂપિયાનો દંડ લાગશે.
જો કોઇ વ્યક્તિ કેન્સલ અથવા ‘inoperative’ PANની ડિટેલ આપે છે તો આવા PAN કાર્ડ ધારકોને ફક્ત બિ-પેન કાર્ડ ધારક (Non-Pan Holders) માનવામાં આવશે, પરંતુ તેના પર આવકવેરા અધિનિયમની ધારા 272B અંતર્ગત 10 હજાર રૂપિયાનો દંડ પણ લગાવવામાં આવી શકે છે. સાથે જ ટેક્સ એક્સપર્ટ્સનું પણ એ કહેવુ છે કે PAN જો ‘inoperative’ થઇ ગયું હોય અથવા તો TDS પણ વધુ કપાઇ શકે છે. Income Tax Act અંતર્ગત કોઇ વ્યક્તિ જો પોતાના PANની જાણકારી ન આપે તો તેના પર ભારે TDS અથવા TCS લાગે છે.
તમારા PAN-Aadhaar ને આ રીતે ઑનલાઇન કરો લિંક
આધાર પેનને એક એસએમએસ દ્વારા લિંક કરવા માટે 567678 અથવા 56161 પર એક SMS મોકલવાનો છે. તેનું એક નિશ્વિત ફોર્મેટ છે. UIDAIPAN (12digit -Aadhaar નંબર) SPACE (10 અંકોનો PAN નંબર) લખીને SMS કરી દો. જેમ કે કોઇ પાસે આધાર કાર્ડ નંબર ABCD12345678 છે PAN કાર્ડ નંબર WXYZ123456 છે તો SMS નું ફોર્મેટ “ABCD12345678 WXYZ123456” હશે.
Read Also
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31