GSTV
Gujarat Government Advertisement

કોણ આપશે/ કંગાળ પાકિસ્તાન કોરોના વેક્સીનના ડોઝ મફતમાં લેવા કાગડોળે જોઈ રહ્યું છે રાહ, આટલા કરોડ લોકોને આપવી છે

Last Updated on March 5, 2021 by

દુનિયાભરના દેશોમાં કોરોનાની વેક્સીન આપવાનું શરું કરી દેવાયુ છે ત્યારે આજે પણ પાકિસ્તાન મફત વેક્સીનના ભરોસે છે. પાકિસ્તાની ન્યૂઝ ચેનલના અહેવાલ પ્રમાણે પાકિસ્તાન પોતાના લોકોને કોરોનાની રસી આપવા માટે આ વર્ષે વેક્સીન નહીં ખરીદે. નેશનલ હેલ્થ સર્વિસના સેક્રેટરી આમિર ખ્વાજાએ ગુરુવારે પબ્લિક એકાઉન્ટ કમિટી સમક્ષ કરેલા બ્રિફિંગમાં જાણકારી આપતા કહ્યું હતું કે, ઈમરાન સરકાર હાલમાં તો કોરોનાથી પીછો છોડાવવા માટે હર્ડ ઈમ્યુનિટી અને મિત્ર દેશો પાસેથી મફતમાં મળનારી વેક્સીન પર આધાર રાખશે.

પાકિસ્તાન ચીન અને બીજા દાતાઓ પર નિર્ભર રહેશે

ઉલ્લેખનીય છે કે, બીજા દેશો મોટા પાયે વેક્સીનના ડોઝ ખરીદી રહ્યા છે ત્યારે પાકિસ્તાન ચીન અને બીજા દાતાઓ પર નિર્ભર રહેશે. પાકિસ્તાન રાહ જોઈ રહ્યું છે કે, ક્યારે મફતમાં વેક્સીનના ડોઝ મળી શકે છે. ઉલ્લેખનીય છે કે, ચીનની એક કંપની કોરોના વેક્સીનના ત્રીજા ફેઝની ટ્રાયલ પાકિસ્તાનમાં કરી રહી છે અને આવામાં સ્પષ્ટ છે કે, પાકિસ્તાન ચીન અને બીજા દેશોના ભરોસે બેઠું છે. ચીને પાકિસ્તાનને 10 લાખ કોરોના વેક્સીન ડોઝ આપવાનો વાયદો કર્યો છે અને આ પૈકીના પાંચ લાખ ડોઝ પાકિસ્તાનને ચીન આપી ચુક્યું છે.

75,000 ડોઝ પાકિસ્તાન સરકારે હેલ્થ વર્કરને આપ્યા

આ પૈકીના 75,000 ડોઝ પાકિસ્તાન સરકારે હેલ્થ વર્કરને આપ્યા છે. પાકિસ્તાનનું લક્ષ્ય આગામી વર્ષ સુધી સાત કરોડ લોકોને વેક્સીન આપવાનું છે. જોકે આ પૈકીના મોટાભાગના ડોઝ ક્યાંથી આવશે તે એક સવાલ છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

અક્ષયે કોરોના સામે જીતી જંગ, 7 દિવસની સારવાર બાદ ઘરે પરત ફર્યો

ગીર-સોમનાથના ગામડાઓ વળ્યાં સ્વયંભૂ લોકડાઉન તરફ, 4 વાગ્યા બાદ આ ગામોમાં સજ્જડબંધનો નિર્ણય

ફફડાટ/ દિલ્હી-મુંબઇ બાદ નાના શહેરોમાં ઝડપથી ફેલાઇ રહ્યો છે કોરોના, આ 3 રાજ્યોમાં સૌથી વધુ ખતરો