GSTV
Gujarat Government Advertisement

પાકિસ્તાનને સૌથી મોટો ઝટકો: ઈમરાન ખાનના ધમપછાડા છતાં એક પણ ન ચાલી, હમણા રહેશે ગ્રે લિસ્ટમાં

Last Updated on February 25, 2021 by

ફાઇનાન્સિયલ એક્સન ટાસ્ક ફોર્સ (FATF)ની પેરીસમાં યોજાયેલી ઓનલાઇન બેઠકમાં પાકિસ્તાનને ગ્રે લિસ્ટમાં જ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે, ગુરૂવાર સાંજે જાહેર કરાયેલા નિવેદનમાં FATFએ જણાવ્યું કે પાકિસ્તાનની સરકાર આતંકવાદ વિરૂધ્ધ 27 સુત્રીય એજન્ડામાંથી ત્રણને પુરા કરવામાં નિષ્ફળ રહ્યું છે, FATF એ કહ્યું કે પાકિસ્તાનએ સંયુક્ત રાષ્ટ્રનાં પ્રતિબંધિત આતંકવાદીઓ વિરૂધ્ધ કોઇ નક્કર કાર્યવાહી કરી નથી.

પાકિસ્તાને તમામ 1267 અને 1373 વોન્ટેડ આતંકવાદીઓ વિરૂધ્ધ નાણાકિય પ્રતિબંધોને અસરકારક રીતે અમલી બનાવવા જોઇએ, તથા પાકિસ્તાને પોતાની સ્ટ્રેટેજિક રીતે મહત્વપુર્ણ ખામીઓને દુર કરવા માટે ખાસ કાર્ય યોજના અમલી બનાવવી જોઇએ.   

FATF એ કહ્યું કે પાકિસ્તાને આજ સુધી અમારી  27 કાર્ય યોજનાઓમાંથી માત્ર 24 ને જ પુરી કરી છે, હવે તેને પુરી કરવાની સમય મર્યાદા પુરી થઇ ગઇ છે, એટલા માટે FATF જુન 2021 સુધી પાકિસ્તાનને બાકીની તમામ કાર્યયોજનાઓ પુરી કરવાનો અનુરોધ કરે છે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

અક્ષયે કોરોના સામે જીતી જંગ, 7 દિવસની સારવાર બાદ ઘરે પરત ફર્યો

ગીર-સોમનાથના ગામડાઓ વળ્યાં સ્વયંભૂ લોકડાઉન તરફ, 4 વાગ્યા બાદ આ ગામોમાં સજ્જડબંધનો નિર્ણય

ફફડાટ/ દિલ્હી-મુંબઇ બાદ નાના શહેરોમાં ઝડપથી ફેલાઇ રહ્યો છે કોરોના, આ 3 રાજ્યોમાં સૌથી વધુ ખતરો