Last Updated on February 26, 2021 by
ફાઇનાન્સિયલ એક્સન ટાસ્ક ફોર્સ (FATF)ની પેરીસમાં યોજાયેલી ઓનલાઇન બેઠકમાં પાકિસ્તાનને ગ્રે લિસ્ટમાં જ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે, ગુરૂવાર સાંજે જાહેર કરાયેલા નિવેદનમાં FATFએ જણાવ્યું કે પાકિસ્તાનની સરકાર આતંકવાદ વિરૂધ્ધ 27 સુત્રીય એજન્ડામાંથી ત્રણને પુરા કરવામાં નિષ્ફળ રહ્યું છે, FATF એ કહ્યું કે પાકિસ્તાનએ સંયુક્ત રાષ્ટ્રનાં પ્રતિબંધિત આતંકવાદીઓ વિરૂધ્ધ કોઇ નક્કર કાર્યવાહી કરી નથી.
પાકિસ્તાને તમામ 1267 અને 1373 વોન્ટેડ આતંકવાદીઓ વિરૂધ્ધ નાણાકિય પ્રતિબંધોને અસરકારક રીતે અમલી બનાવવા જોઇએ, તથા પાકિસ્તાને પોતાની સ્ટ્રેટેજિક રીતે મહત્વપુર્ણ ખામીઓને દુર કરવા માટે ખાસ કાર્ય યોજના અમલી બનાવવી જોઇએ.
FATF એ કહ્યું કે પાકિસ્તાને આજ સુધી અમારી 27 કાર્ય યોજનાઓમાંથી માત્ર 24 ને જ પુરી કરી છે, હવે તેને પુરી કરવાની સમય મર્યાદા પુરી થઇ ગઇ છે, એટલા માટે FATF જુન 2021 સુધી પાકિસ્તાનને બાકીની તમામ કાર્યયોજનાઓ પુરી કરવાનો અનુરોધ કરે છે.
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.
MUST READ:
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31