Last Updated on March 1, 2021 by
પાકિસ્તાન રોડ- રસ્તાના માર્ગે ભારતમાંથી કપાસની આયાત ફરી શરૂ કરી શકે તેવી પરિસ્થિતિ ઊભી થઈ છે. લાઇન ઓફ કંટ્રોલ (એલઓસી) પર નવા યુદ્ધવિરામ સમજૂતિ પછીથી બંને દેશો વચ્ચે દ્વિપક્ષીય સંબંધો ફરીથી શરૂ થવાની સંભાવના વધી ગઈ છે. રવિવારે એક મીડિયા રિપોર્ટમાં આ માહિતી આપવામાં આવી છે. વાણિજ્ય મંત્રાલયના સૂત્રોના હવાલાથી એક્સપ્રેસ ટ્રિબ્યુને લખ્યું છે કે વાણિજ્ય બાબતોના વડા પ્રધાનના સલાહકાર અબ્દુલ રઝાક દાઉદ આ બાબતે નિર્ણય લઈ શકે છે કે આવતા અઠવાડિયાથી ભારતમાંથી કપાસ અને યાર્ન આયાત કરશે કે કેમ.
કપાસની અછતનો મુદ્દો વડા પ્રધાન ઇમરાન ખાનના ધ્યાન પર આવી ચૂક્યો
રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે કપાસની અછતનો મુદ્દો વડા પ્રધાન ઇમરાન ખાનના ધ્યાન પર આવી ચૂક્યો છે. ખાન પાસે વાણિજ્ય મંત્રાલયનો વધારાનો હવાલો પણ છે. સૂત્રોએ જણાવ્યું હતું કે એકવાર સૈદ્ધાંતિક નિર્ણય લેવામાં આવ્યા બાદ કેબિનેટની આર્થિક સંકલન સમિતિ સમક્ષ વિધિવત આદેશ આપવામાં આવશે. સૂત્રોએ જણાવ્યું હતું કે આ અંગે આંતરિક ચર્ચાઓ થઈ ચૂકી છે, પરંતુ અંતિમ નિર્ણય વડા પ્રધાનની મંજૂરી બાદ લેવામાં આવશે. પાકિસ્તાન હાલમાં કપાસની અછતનો સામનો કરી રહ્યું છે. ઇમરાન ખાન દેશના વાણિજ્ય મંત્રી પણ છે.
2003 માં થયો હતો યુદ્ધવિરામનો કરાર
ભારત અને પાકિસ્તાન વચ્ચે વર્ષ 2003 માં યુદ્ધવિરામ કરાર થયો હતો, પરંતુ આ કરારનો ક્યારેય અમલ થયો ન હતો. પાકિસ્તાન તેની આતંકવાદી પ્રવૃત્તિને અટકાવી રહ્યું નથી, જેના કારણે બંને દેશોના સંબંધો મૈત્રીપૂર્ણ રહ્યા નથી. ખાસ કરીને વર્ષ 2019 માં, જ્યારે સરકારે જમ્મુ-કાશ્મીરને આપવામાં આવેલ વિશેષ દરજ્જો પાછો ખેંચી લીધો, ત્યારે પાકિસ્તાન તેનાથી ભ્રમિત થઈ ગયું. ત્યારબાદ તેમણે ઇસ્લામાબાદમાં ભારતીય હાઈકમિશનને હટાવવાનો આદેશ આપ્યો હતો.
પાકિસ્તાને 2019 માં તમામ સંપર્ક ગુમાવ્યા હતા
પાકિસ્તાન આટલાથી રોકાયું નહોતું. તેણે ભારત સાથેના તમામ હવાઈ અને ભૂમિ સંપર્કો પણ બંધ કર્યા હતા. સાથે જ વ્યાપાર અને રેલવે સેવાઓ પણ સ્થગિત કરી દીધી હતી.
રિપોર્ટ અનુસાર પાકિસ્તાનને આ વર્ષે કપાસની 12 કરોડ ગાંસડીની જરૂર છે. રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા મંત્રાલયે અનુમાન લગાવ્યું છે કે પાકિસ્તાન ફક્ત 7.7 મિલિયન ગાંસડીનું ઉત્પાદન કરી શકશે. તે બાંકીની 5.5 મિલિયન ગાંસડી તે આયાત કરશે.
ભારતમાંથી આયાત કરવા પર પાકિસ્તાનને ઘણો ફાયદો
જોકે, કપાસની અછતને કારણે પાકિસ્તાન અમેરિકા, બ્રાઝિલ અને ઉઝબેકિસ્તાન જેવા દેશોમાંથી કપાસની આયાત કરે છે. તેની તુલનામાં, ભારતમાંથી આયાત કરવામાં તેને ઘણું સસ્તું પડશે. અને 3-4 દિવસમાં ત્યાં પહોંચી જશે. અન્ય દેશોમાંથી આયાત કરવામાં પણ વધુ ખર્ચ થાય છે અને તેને પહોંચવામાં 2 મહિનાનો સમય લાગશે.
પાકિસ્તાની અર્થવ્યવસ્થામાં કાપડ ઉદ્યોગનો મોટો ફાળો
પાકિસ્તાનમાં કાપડ ઉદ્યોગ ખૂબ જ મોટા પાયે ચાલી રહ્યો છે. આ ઉદ્યોગ 30 ટકા રોજગાર ઉત્પન્ન કરે છે (15 મિલિયન એટલે કે 1.5 કરોડ લોકો) તે ચીન, ભારત, બાંગ્લાદેશ પછી કપાસનો સૌથી મોટો ઉત્પાદક દેશ પણ છે. પાકિસ્તાનના કાપડ ઉદ્યોગ મંત્રાલયના અહેવાલ મુજબ, પાકિસ્તાની નિકાસમાં કાપડનો હિસ્સો 60 ટકા છે. કુલ ઉત્પાદનમાં તેનું યોગદાન લગભગ 46 ટકા છે અને દેશના અર્થતંત્રમાં તેનું યોગદાન લગભગ 10 ટકા છે. પાકિસ્તાનની જીડીપી 278 અબજ ડોલર (લગભગ 20 લાખ કરોડ રૂપિયા) ની નજીક છે. આનો અર્થ એ કે કપાસ આધારિત ટેક્સટાઇલ ઉદ્યોગનું કદ આશરે 27 અબજ ડોલર એટલે કે 2 લાખ કરોડ રૂપિયા (ભારતીય રૂપિયા) છે. જો કાપડ ઉદ્યોગને કપાસ નહીં મળે તો લગભગ 2 લાખ કરોડની આ ઈન્ડસ્ટ્રીઝને મોટું નુકસાન થઈ શકે છે.
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31