GSTV
Gujarat Government Advertisement

હૈવાનિયતની હદ: વેન્ટીલેટર પર હતી મહિલા, મોઢામાં લગાવેલુ હતું ઓક્સિજન માસ્ક, વોર્ડ બોયે કપડાં ઉતારીને આખી રાત હવસ સંતોષી

Last Updated on March 17, 2021 by

ઓફિસ, હોસ્પિટલ, રસ્તા કે પછી કોઈ પણ સ્થળ, આખરે મહિલાઓ ક્યાંય સુરક્ષિત નથી, જેનો તાજો દાખલો આ ઘટનાથી આપને મળી જશે. તાજેતરમાં જ જયપુરની શૈલ્બી હોસ્પિટલનો છે. અહીં સોમવારની રાતે આઈસીયુમાં એક નર્સિગકર્મીને વેન્ટીલેટર પર ભરતી થયેલી મહિલા દર્દીની સાથે વારંવાર અશ્લીલતા કરવામાં આવી હતી. આ મહિલાનું ઓપરેશન થયું હતું. મોઢા પર ઓક્સિજન માસ્ક લગાવેલુ હતું. બંને હાથ બંધાયેલા હતા. આરોપીએ વારંવાર પિંચ કરીને જોયુ અન ત્યાર બાદ મહિલા સાથે હવસ સંતોષી.

પીડિત મહિલાએ આખી ઘટના લખીને પતિને જણાવી

આ ઘટનાના કારણે મહિલા આખી રાત રડતી રહી. સવારે જ્યારે પીડિતાએ હોસ્પિટલની મહિલા નર્સને આ વાત જણાવાની કોશિશ કરી તો આરોપીએ ધમકાવીને ચૂપ કરાવી દીધી, ત્યાર બાદ પીડિતાએ પોતાના પતિને લખીને આપવીતી જણાવી. પતિએ રિપોર્ટમાં કહ્યુ હતું કે, તેની પત્નીની તબિયત ખરાબના હોવાના કારણે શૈલ્બી હોસ્પિટલ લઈ ગયો હતો. જ્યાં ડોક્ટર્સે સાંજ સુધી તેનું ઓપરેશન કર્યું.

દર્દી સાથે કોઈ રહી શકશે નહીં, તેવું કહી પતિને ઘરે મોકલી દીધો

રાતે લગભગ 8 વાગ્યા સુધી ICUમાં શિફ્ટ કર્યા બાદ હોસ્પિટલ પ્રશાસને જણાવ્યુ હતું કે, તમે તેની સાથે રહી શકશો નહીં. જરૂર પડશે તો અમે બોલાવીશું. ત્યાર બાદ તે બાળકોને લઈને ઘરે જતાં રહ્યા. સવારે જ્યારે પાછા હોસ્પિટલ આવ્યા તો, પત્ની રડતા રડતા કંઈક બતાવાની કોશિશ કરતી હતી. ત્યારે તેના મોઢા પર ઓક્સિજન માસ્ક લગાવેલુ હતું. ત્યારે પતિએ પેન અને કાગળ આપ્યું. પીડિતાએ તેમાં લખ્યુ કે, તેની સાથે રાતે આવી આવી ઘટના બની છે.

પોલીસે આરોપીને પકડી લીધો

આ ઘટના બાદ તેના પતિએ ચિત્રકૂટ પોલીસ મથકે પહોંચીને આખી ઘટના પોલીસને જણાવી. પોલીસ હવે આ કેસમાં આરોપીની ડ્યૂટી ચાર્ટ અને સીસીટીવી ફૂટેજના આધારે આરોપીની શોધ કરી રહી છે.આરોપી આગરા રોડ પર રહેતો હતો. પોલીસે લોકેશનના આધારે તેને દબોચી લીધો છે. પોલીસ સ્ટેશને લાવીને તેની સાથે પૂછપરછ કરવામાં આવી રહી છે.

અન્ય કેટલા લોકો સંડોવાયેલા છે તેની પણ તપાસ ચાલુ

તપાસમાં એવી બાબત સામે આવી છે કે, આઈસીયુમાં બે અલગ અલગ રૂમ હતાં. ફિમેલ નર્સ એક રૂમમાં તપાસ કરતી અને આરોપી ખુશીરામ બીજા રૂમમાં દર્દીઓને જોતો હતો. આ દરમિયાન આરોપીએ તકનો ફાયદો ઉઠાવીને અશ્લીલતા કરી. ત્યારે હવે આ આરોપીની ધરપકડ તો થઈ ગઈ છે, પણ આ સંબંધમાં અન્ય કેટલા લોકોના હાથ છે, તે પણ જાણવાની કોશિશ થઈ રહી છે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

અક્ષયે કોરોના સામે જીતી જંગ, 7 દિવસની સારવાર બાદ ઘરે પરત ફર્યો

ગીર-સોમનાથના ગામડાઓ વળ્યાં સ્વયંભૂ લોકડાઉન તરફ, 4 વાગ્યા બાદ આ ગામોમાં સજ્જડબંધનો નિર્ણય

ફફડાટ/ દિલ્હી-મુંબઇ બાદ નાના શહેરોમાં ઝડપથી ફેલાઇ રહ્યો છે કોરોના, આ 3 રાજ્યોમાં સૌથી વધુ ખતરો