GSTV
Gujarat Government Advertisement

કરોડપતિ બનવાની તક ચૂક્યા/ 18 રૂપિયાનો શેર 4 મહિનામાં 1300નો થઈ ગયો, 10 હજાર રોક્યા હોત તો 7.25 લાખ મળ્યું હોત રિટર્ન

શેર

Last Updated on March 12, 2021 by

એક દેવાળિયા ઘોષિત થઈ ગયેલી ફાર્મા કંપનીના શેરમાં છેલ્લા 4 મહિનામાં 7000 ટકાનો ઉછાળો આવ્યો છે. હાલમાં આ શેરમાં અપર સર્કિટ લાગી છે. આ વાત થઈ રહી છે દેવાળિયા ધોષિત થઈ ગયેલી કંપની ઓર્ચિડ ફાર્મા લિમિટેડની. દેવાળિયા ઘોષિત થયા બાદ આ કંપનીને એનસીએલટીના રિઝોલ્યુશન પ્લાન હેઠળ ધનુકા લેબે ખરીદી હતી. ત્યાર બાદ આ કંપનીના શેરમાં જોરદાર તેજી આવી રહી છે. ફાર્મા સ્ટોક ઓર્ચિડ ફાર્માએ રિટર્ન આપવામાં બીટકોઈનને પણ પાછળ રાખી દીધો છે. જ્યાં આર્કિડ ફાર્માનો શેર છેલ્લા 4 મહિનામાં લગભગ 7000 ટકા ઉછળ્યો છે. આ સમયે બીટકોઈનમાં માત્ર 203 ટકા જ રિટર્ન મળ્યું છે.

શેર

3 નવેમ્બર 2020ના રોજ ઓર્ચિડ ફાર્માને સ્ટોક એક્સચેંજમાં ફરી લિસ્ટેડ કરાવવામાં આવી હતી. ત્યાર પછી કંપનીના શેરના ભાવમાં કદી ઘટાડો આવ્યો નથી. રી-લિસ્ટિંગના દિવસથી અત્યારસુધીમાં કંપનીના સ્ટોક્સમાં રોજ ઉપરની સર્કિટ વાગી છે. બુધવારે 10 માર્ચે શેરમાં 5 ટકાની અપર સર્કિટ વાગી હતી અને શેર NSE પર 1,307.55 રૂપિયાની સપાટી પર બંધ થયો હતો. આ સમયગાળામાં, BSE બેંચમાર્ક ઇન્ડેક્સ સેન્સેક્સે લગભગ 27 ટકા વળતર આપ્યું છે. તો બિટકોઇન 200 ટકાથી ઉપર વધ્યો છે.

શેર

રી-લિસ્ટિંગના સમયે શેરની કિંમત રૂ. 18 હતી

ઓર્કિડ ફાર્મા કંપની જ્યારે 3 નવેમ્બર 2020ના રોજ રી-લિસ્ટ કરવામાં આવી ત્યારે શેરનો ભાવ 18 રૂપિયા થયો હતો, જે 10 માર્ચ 2021ના રોજ વધીને રૂ. 1,307.55ની સપાટીએ પહોંચી ગયો છે. આમ, આ રીતે જોવામાં આવે તો માત્ર 128 દિવસમાં રોકાણકારોએ 10 હજાર રૂપિયાનું રોકાણ કર્યું હોય તો તેમણે 7.25 લાખનું વળતર મળ્યું હશે.

ઓર્કિડ ફાર્મા કંપનીમાં ધનુકા લેબની ભાગીદારી 98.04 ટકા છે

ઓર્કિડ ફાર્મા કંપનીમાં ધનુકા લેબની ભાગીદારી 98.04 ટકા છે. ધનુકા લેબ્સે (Dhanuka Labs) એનસીએલટી ઠરાવ હેઠળ Orchid Pharma સંપાદિત કરી હતી. ચેન્નાઈ સ્થિત ફાર્માસ્યુટિકલ કંપનીની માર્કેટ કેપ વધીને રૂ. 5,082.87 કરોડ થઈ છે. શેરહોલ્ડિંગ પેટર્ન મુજબ ઓર્કિડ ફાર્મામાં ધનુકા લેબનો હિસ્સો ઉપરોક્ત મુજબ છે અને નાણાકીય સંસ્થાઓનો હિસ્સો 0.04 ટકા છે.

શેર

માર્કેટ કેપ વધીને 5,000 કરોડને પાર

ચાલુ નાણાકીય વર્ષે ડિસેમ્બરમાં કંપનીની રેવન્યુ 102.63 કરોડ થઈ છે અને કંપનીને 45.33 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. માર્ચ 2020માં કંપનીની રેવન્યું 505.45 કરોડ હતી અને 149.84 કરોડ રૂપિયાનું ચોખ્ખું નુકસાન થયું હતું. ચેન્નઈબેઝ્ડ આ ફાર્મા કંપનીની માર્કેટ કેપ વધીને 5,000 કરોડ કરતાં વધારે થઈ ગઈ છે. આમ આ કંપનીના શેરે રોકોણકારોને બખ્ખા કરાવી દીધા છે.

Read Also

Gujarat Government Advertisement

Related posts

અક્ષયે કોરોના સામે જીતી જંગ, 7 દિવસની સારવાર બાદ ઘરે પરત ફર્યો

ગીર-સોમનાથના ગામડાઓ વળ્યાં સ્વયંભૂ લોકડાઉન તરફ, 4 વાગ્યા બાદ આ ગામોમાં સજ્જડબંધનો નિર્ણય

ફફડાટ/ દિલ્હી-મુંબઇ બાદ નાના શહેરોમાં ઝડપથી ફેલાઇ રહ્યો છે કોરોના, આ 3 રાજ્યોમાં સૌથી વધુ ખતરો