Last Updated on March 10, 2021 by
બ્રિટેનના પ્રિન્સ હૈરી અને તેની પત્ની મેગન માર્કલના ઈંટરવ્યૂએ હોબાળો મચાવ્યો છે. હૈરી અને મેગને સેલિબ્રિટી ટોક શો હોસ્ટ ઓપરા વિનફ્રેને આપેલા ઈંટરવ્યૂમાં શાહી પરિવાર પર કેટલાય ગંભીર આરોપો લગાવ્યા છ. અમેરિકાની ટીવી ચેનલ પર પ્રસારીત થયેલા આ ઈન્ટરવ્યૂને લઈને બ્રિટેન અને અમેરિકાના રાજકારણમાં પણ ખળભળાટ મચી ગયો છે. આ ઈન્ટરવ્યૂથી આમ તો ચેનલને ફાયદો થયો છે, પણ ઓપરા વિનફ્રેને પણ ખૂબ કમાણી થઈ છે.
શું કહે છે આ રિપોર્ટ
એક રિપોર્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, ટીવી ચેનલમાં આપેલા ઈંટરવ્યૂ હોસ્ટ કરવા માટે ઓપરા વિનફ્રેની લગભગ 51 કરોડ રૂપિયા ચુકવવામાં આવ્યા છે. પ્રાપ્ત વિગતો મુજબ જોઈએ તો, હૈરી અને મેગનના ઈન્ટરવ્યૂ માટે ખ્યાતનામ હોસ્ટ વિનફ્રેને 51 કરોડથી 65 કરોડ રૂપિયા ચુકવાયા હોવાનું સામે આવ્યુ છે. આ ચુકવણુ તેને ઈન્ટરવ્યૂ પ્રસારિત કરવાના અધિકાર ખરીદવા માટે આપવામાં આવ્યા છે.
હૈરી અને મેગનને કઈ ન મળ્યું
હોસ્ટ માટે વિનફ્રેને ભલે આટલી મોટી રકમ મળી હોય પણ પ્રિન્સ હૈરી અને તેની પત્ની મેગન માર્કલને ઈન્ટરવ્યૂ માટે કોઈ પૈસા નથી મળ્યા. 67 વર્ષિય ઓપરા વિનફ્રે ટોક શો હોસ્ટ, ટીવી પ્રોડ્યૂસર, એક્ટ્રેસની સાથે સાથે લેખિકા પણ છે. એક રિપોર્ટમાં જણાવ્યા પ્રમાણે વિનફ્રેની કુલ સંપત્તિ 19,700 કરોડ રૂપિયા છે. આપને જણાવી દઈએ કે, તેનો જન્મ એક ગરીબ પરિવારમાં થયો હતો અને શરૂઆતી જીવન ખૂબ જ તણાવ અને સંઘર્ષમાં વિતાવ્યુ છે.
બે કલાક ચાલ્યુ ઈન્ટરવ્યૂ
ઓપરા વિનફ્રે સાથે હૈરી અને મેગને બે કલાકનું ઈન્ટરવ્યૂ આપ્યું હતું. જે રવિવારે રાતે 8 કલાકે અમેરિકાની એક ચેનલમાં પ્રસારીત કરવામાં આવ્યુ હતું. એક રિપોર્ટમાં જણાવ્યા પ્રમાણે ત્યાંના અમુક નિષ્ણાંતો માને છે કે, વિનફ્રે અન્ય ચેનલમાં પણ આ ઈન્ટરવ્યૂ લઈ શકતી હતી, પણ તેને ઓનલાઈન સારા વ્યૂઅર હોય તેવી ચેનલ પસંદ કરી, જેની આ અસર છે.
આપને જણાવી દઈએ કે, ઈન્ટરવ્યૂમાં મેગન માર્કલે બ્રિટેનના શાહી પરિવાર પર ખૂબ જ ગંભીર આરોપો લગાવ્યા છે. તેમણે કહ્યુ હતું કે, શાહી પરિવારના સભ્યો તેમના દિકરા આર્ચિના રંગને લઈને કામમાં મેણાટોણા માણતા હોય છે તેઓ રાજાશાહી પરિવાર તરફથી આ પ્રકારની ટિપ્પણીઓથી એટલા કંટાળી ગયા છે કે, તેમણે આત્મહત્યા જેવું ગંભીર પગલુ ભરવાનું પણ વિચાર્યુ હતું. શાહી પરિવારના લોકો તેમને રાજકુમાર તરીકે જોવા નથી ઈચ્છતાં, કારણ કે, તેમને લાગે છે કે, આર્ચિનો રંગ શ્યામ છે. પ્રિન્સ હૈરી જણાવે છે કે, તેમના પિતા પ્રિન્સ ચાર્લ્સ, જે બ્રિટિશન સિંહાસનના ઉત્તરાધિકારી હતા, તેમનો ફોન ઉઠાવવાનું પણ બંધ કરી દેવામાં આવ્યું, તેમને આર્થિક રીતે કોઈ પણ પ્રકારની સહાયતા આપવામાં આવી નથી.
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31