Last Updated on March 26, 2021 by
સસ્તાના ચક્કરમાં લોકો શું નથી કકરતા. ઘણી વખત લોકો સસ્તાના ચક્કરમાં ઓનલાઈન ઓર્ડર કરે છે અને પછી મળે છે ધોખો. થાઈલેન્ડમાં એક બાળકની સાથે કંઈક આવું જ થયું જ્યારે તેને સસ્તા આઈફોન જોઈને ઓનલાઈન ઓર્ડર કર્યો હતો.
આ કેસ થાઈલેન્ડનો છે. અહીંયા એક બાળકે જોયુ કે ઓનલાઈન શોપિંગની એપ ઉપર સસ્તામાં આઈફોન મળી રહ્યો છે. જે ઘણો સસ્તો હતો અને આઈફોન લેવાની લાલચમાં છોકરાએ પૂરી જાણકારી જોયા વિના જ આઈફોનનો ઓર્ડર આપી દીધો.
પરંતુ જ્યારે ડિલીવરી થઈ તો છોકરો હેરાન પરેશાન થઈ ગયો. જે ચીજ મંગાવી હતી તે ન હતી. આઈફોનની જગ્યાએ કંપનીએ આઈફોન જેવુ ટેબલ મોકલ્યું. છોકરો કન્ફ્યુઝ થઈ ગયો અને પૂછપરછ કરી તો જાણવા મળ્યું કે, તે આઈફોનના ટેબલ જ વેચી રહી હતી. જેના આ અંદાજમાં ફોટોની સાથે રજૂ કરવામાં આવ્યો હતો કે જે વાસ્તવમાં આઈફોન લાગી રહ્યો હતો.
છોકરાએ ટેબલ જેવા આઈફોનનો ફોટો પોતાના સોશયલ મીડિયા ઉપર શેર કર્યો અને થાઈલેન્ડના સોશયલ મીડિયામાં આ પોસ્ટ વાયરલ થઈ ગઈ.
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31