Last Updated on April 8, 2021 by
ડુંગળી ખાધા પછી મોંઢામાંથી વાસ આવે છે, એ વાતમાં કોઇ શંકા નથી. તેથી જ લોકો કાચી ડુંગળી બહુ ઓછી ખાય છે. જોકે ડુંગળી ખૂબ જ ફાયદાકારક છે. પરંતુ તેને ક્યા સમયે ખાવાથી અને ક્યા રોગમાં લાભ મળે છે એ પ્રશ્ન છે. ચાલો જાણીએ તેના વિશે…
ભૂખ્યા પેટે ખાવાથી થશે ફાયદો
ઉનાળાની ઋતુમાં ડુંગળી ખાવાથી લૂ લાગતી નથી. આ ઉપરાંત હ્રદય સાથે જોડાયેલા રોગોથી લઇ પેટના રોગો સુધીને દૂર રાખવામાં મદદ કરે છે ડુંગળી. એન્ટિબેક્ટીરિયલ ગુણોથી ભરપૂર ડુંગળીને જો રોજ સવારે ભૂખ્યા પેટે ખાવામાં આવે, તો તેનાથી ઇમ્યુન સિસ્ટમ મજબૂત થાય છે અને પાચન સંબંધિત બિમારીઓથી પણ શરીર બચી જશે. રાંધ્યા પછી ડુંગળીમાં રહેલ કમ્પાઉન્ડ નષ્ટ થઇ જાય છે, તેથી કાચી ડુંગળી ખાવી લાભકારક છે.
હાર્ટ હેલ્થ માટે ફાયદાકારક
કાચી ડુંગળીમાં કેટલાક ફ્લેવનૉયડ્સ મળે છે, જે શરીરમાં મળતા બેડ કોલેસ્ટ્રોલને ઓછું કરવાની સાથે જ લોહીને પણ પાતળું કરવામાં કામ આવે છે. તેનાથી હાર્ટ અટેક અને સ્ટ્રોક જેવા જીવલેણ રોગનો ખતરો ઓછો થઇ જાય છે.
હાડકાંને મજબૂત કરવા માટે
અમેરિકાના ડિપાર્ટમેન્ટ ઓફ એગ્રીકલ્ચરની વાત માનવામાં આવે તો, માત્ર ડુંગળીમાં 25.3 મિલિગ્રામ કેલ્શિયમ હોય છે અને કેલ્શિયમ હાડકા માટે ખૂબ જ જરૂરી હોય છે. તેથી કાચી ડુંગળી ખાવાથી હાડકા મજબૂત રહેશે.
ઇમ્યૂનિટીને મજબૂત કરે છે ડુંગળી
ડુંગળીમાં એન્ટીઓક્સિડન્ટ્સ અને એન્ટી કેન્સર પ્રોપર્ટીઝ મળે છે, જે શરીરની રોગ પ્રતિકારક શક્તિ એટલે ઇમ્યુનિટીને મજબૂત કરવામાં મદદ કરે છે.
અસ્થમાના દર્દીઓ માટે ફાયદાકારક
અનેક વખતે એલરજીના કારણે પણ શ્વાસ સંબંધિત રોગ થઇ જતા હોય છે અને જે લોકોને અસ્થમા છે, તેમના માટે પણ ડુંગળી ખૂબ જ ફાયદાકારક છે. ડુંગળીમાં મળતા ફ્લૈવનૉયડ્સ અસ્થમાના દર્દીઓને સહેલાઇથી શ્વાસ લેવામાં પણ મદદ કરે છે.
ડુંગળી બ્લડ શૂગર કન્ટ્રોલ કરે છે
ડાયબીટિઝ અથવા પ્રી ડાયબીટિઝવાળા લોકો માટેપણ ડુંગળી ખૂબ જ ફાયદાકારક છે. કારણ કે તે બ્લડ શૂગરને કન્ટ્રોલ કરવામાં મદદ કરે છે. ડુંગળીમાં મળતા સલ્ફર શરીર પર એન્ટીડાયબિટીકની જેમ અસર કરે છે.
Read Also
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31