GSTV
Gujarat Government Advertisement

ખુશખબર: હવે દેશના કોઈપણ ખૂણેથી ખરીદી શકાશે રાશન, 17 રાજ્યોએ અમલી કરી આ મહત્વાકાંક્ષી યોજના

Last Updated on March 12, 2021 by

નાણા મંત્રાલયે જણાવ્યું છે કે દેશના 17 રાજ્યોએ ‘એક દેશ એક રાશન કાર્ડ’ પ્રણાલી લાગુ કરી દીધી છે. ઉત્તરાખંડ એક દેશ એક રાશન કાર્ડ સુવિધા લાગુ કરનાર 17મુ રાજ્ય છે. એક દેશ એક રાશન કાર્ડ પ્રણાલી જેવા મહત્વપૂર્ણ સુધારાને પુરા કરનાર રાજ્ય પોતાના કુલ રાજ્ય સ્થાનિક ઉત્પાદન (જીએસડીપી)ને 0.25% સુધી વધુ ઉધાર માટે પાત્ર બની જાય છે.

રાશન

આ રીતે થશે ફાયદો

આ પ્રણાલી હેઠળ રાશન કાર્ડ ધારક દેશમાં ક્યાંયથી પણ રાશનની દુકાનેથી પોતાના હક્કનું રાશન લઇ શકે છે. મંત્રાલયે એક નિવેદનમાં કહ્યું છે કે આ રાજ્યોને વ્યય વિભાગ દ્વારા 37600 કરોડ રૂપિયાની વધારાનું ઉધાર લેવા માટે અનુમતિ આપવામાં આવી છે. વન નેશન વન રાશન કાર્ડ પ્રણાલીના અમલીકરણથી રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા અધિનિયમ (NFSA) અને અન્ય કલ્યાણકારી યોજનાઓ ખાસ કરીને પ્રવાસી શ્રમિકો અને તેમના પરિવારને આખા દેશમાં ક્યાંય પણ વ્યાજબી ભાવની દુકાન (FSP) પર લાભાર્થીઓને રાશન મળી રહેવાની સુનિશ્ચિતતા હોય છે.

કોને મળશે સૌથી વધુ લાભ

આ સુધારો સૌથી વધુ પ્રવાસી નાગરિકોને તેમાં પણ મજૂરો, દૈનિક ભથ્થું લેતા શ્રમિકો, કુંડો હટાવનારા લોકો, રસ્તા પર રહેતા લોકો, સંગઠિત અને અસંગઠિત ક્ષેત્રોમાં અસ્થાયી કામદાર, ઘરેલુ શ્રમિકો વગેરેને ખાદ્ય સુરક્ષાના સંદર્ભમાં સશક્ત બનાવે છે જે ઘણીવાર કામકાજ માટે પોતાના મૂળ રાજ્યથી અન્ય રાજ્યમાં જતા હોય છે.

મે મહિનામાં વધારવામાં આવી ઉધાર લેવાની સીમા

આ ટેક્નોલીજી આધારિત સુધારાઓ પ્રવાસી લાભાર્થીઓને દેશમાં ક્યાંય પણ પોતાની પસંદના ઉચિત ઇલેક્ટ્રોનિક મૂળના વેચાણ (ઈ-પીઓએસ) દ્વારા ખાદ્યાન્નનો કોટા મેળવવા માટે સક્ષમ બનાવે છે. કોવિડ-19 મહામારી ઉભી થયેલ અનેક પડકારો સામે લડવા મારે સંસાધનની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને ભારત સરકારે 17 મે 2020ના રોજ ઉધાર સીમાને તેમના જીએસપીડીને 2% સુધી વધારી દીધી હતી.

શું છે એક દેશ એક રાશન કાર્ડ યોજના

મોદી સરકાર આ યોજનાથી લાભાર્થી દેશના કોઈપણ ખૂણેથી રાશન ડીલર પાસેથી પોતાના કાર્ડ પર રાશન લઇ શકે છે. લાભાર્થીઓએ પોતાનું પહેલાનું રાશન કાર્ડ જમા કરાવવું નહીં પડે અને ન તો જુના કાર્ડને બદલે નવું કાર્ડ બનાવવું પડશે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Gujarat Government Advertisement

Related posts

અક્ષયે કોરોના સામે જીતી જંગ, 7 દિવસની સારવાર બાદ ઘરે પરત ફર્યો

ગીર-સોમનાથના ગામડાઓ વળ્યાં સ્વયંભૂ લોકડાઉન તરફ, 4 વાગ્યા બાદ આ ગામોમાં સજ્જડબંધનો નિર્ણય

ફફડાટ/ દિલ્હી-મુંબઇ બાદ નાના શહેરોમાં ઝડપથી ફેલાઇ રહ્યો છે કોરોના, આ 3 રાજ્યોમાં સૌથી વધુ ખતરો