Last Updated on March 19, 2021 by
દેશના ઘણા રાજ્યોમાં કરોડો મજૂરો અને કામદારો અન્ય રાજ્યોમાં આજીવિકા મેળવવા જતા હોય છે. કોરોના કટોકટીના કારણે લોકડાઉન સમયગાળા દરમિયાન, લાખો મજૂરોની સામે રોટી મેળવવા મુશ્કેલી ઊભી થઈ હતી. કામદારોની આ સમસ્યાઓ ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે ‘વન નેશન વન રેશનકાર્ડ’ યોજના તમામ રાજ્યોમાં લાગુ કરવા પ્રોત્સાહિત કરવામાં આવી હતી. આ યોજનાથી શ્રમિકો, મૂજરો, શહેરી ગરીબો, ઘરેલુ નોકરો જેવા લોકોને સીધો ફાયદો મળશે. આ વર્ક ફોર્સ દેશા કોઈ પણ હિસ્સામાંથી અન્ન સુરક્ષા યોજનાનો લાભ લઈ શકશે. આ લોકો કોઈ પણ ઈલેક્ટ્રોનિક પોઈન્ટ ઓફ સેલ ( પીઓએસ) થી લેસ ફેયર પ્રાઈસ શોપ પરથી પોતાના ક્વોટાનું અનાજ લઈ શકશે.
વન નેશન વન રેશનકાર્ડ સિસ્ટમનો આ છે ફાયદો
વન નેશન વન રેશનકાર્ડ સિસ્ટમ લાગુ કરવા પાછળ મોદી સરકારનો હેતુ એ છે કે દરેકને પોતાનો ક્વોટાનું અનાજ મળવું જોઈએ. રાજ્યોને પણ યોગ્ય લાભાર્થીઓની ઓળખ કરવાની સાથે નકલી,ડુપ્લિકેટ અથવા અયોગ્ય કાર્ડ ધારકોને ઓળખવાનું પણ સરળ બનાવશે. લાભાર્થીઓના આધારકાર્ડ રેશનકાર્ડ સાથે જોડાયેલા છે. આ પછી, બાયોમેટ્રિક દ્વારા લાભાર્થીને તેમના ક્વોટાનું અનાજ ઉપલબ્ધ કરાવવામાં આવે છે. જો કોઈ રાજ્ય સરકાર તેના તમામ લાભાર્થીઓના આધારકાર્ડને રેશનકાર્ડ સાથે જોડે છે અને તમામ વાજબી ભાવના ઓટોમેશનમાં સફળતા પ્રાપ્ત કરે છે, તો તે ખુલ્લા બજારમાંથી તેના જીડીપીના 0.25 ટકાની વધારાની લોન લઈ શકે છે.
આ યોજના 32 રાજ્યોમાં થઈ ચૂકી છે વિસ્તૃત
મોદી સરકારની આ યોજના હવે 32 રાજ્યોમાં વિસ્તૃત થઈ ચૂકી છે. જ્યારે ચાર રાજ્યો તેમના નેટવર્કને ડિજિટલ બનાવવાની તૈયારીમાં છે. મંત્રાલયના ડેટા અનુસાર, તેની ડિજિટલ સિસ્ટમ હજી પશ્ચિમ બંગાળ, દિલ્હી, છત્તીસગઢ અને આસામમાં લાગુ થઈ નથી. જોકે દિલ્હી અને પશ્ચિમ બંગાળ ડિજિટલ સિસ્ટમ માટે સંપૂર્ણ તૈયાર છે.
‘મેરા રેશન’ એપ્લિકેશન
અન્ય રાજ્યોના રેશનકાર્ડ ધારકોની સુવિધા માટે, કેન્દ્રએ એક મોબાઈલ એપ (Mera Ration) ‘મેરા રેશન’ લોન્ચ કરી છે. આ એપ્લિકેશન રેશનકાર્ડ ધારકોને, ખાસ કરીને અન્ય રાજ્યોના રેશનકાર્ડ ધારકોને તેમના સ્થળાંતરના ક્ષેત્રમાં નજીકની સરકારી સસ્તી ભાવની અનાજની દુકાન તરીકે ઓળખ કરાવવામાં, પોતાની જરૂરિયાત અથવા ક્વોટાની વિગતોની તપાસકરવા અને હાલના લેણદેણના વ્યવહારોની જાણકારી મેળવવામાં મદદ કરશે.
આ લોકોને લાભ મળશે
આ ઓફર પછી ફૂડ સેક્રેટરી સુધાંશુ પાંડેએ જણાવ્યું હતું કે નવી મોબાઇલ એપ્લિકેશનનો હેતુ એનએફએસએના લાભાર્થીઓ, ખાસ કરીને પ્રવાસી લાભાર્થીઓ, વાજબી ભાવની દુકાન અથવા રેશન શોપ ડીલરો અને અન્ય શેરધારકો વચ્ચે ઓએનઓઆરસી સંબંધિત સેવાઓ સુવિધાજનક બનાવવાનો છે.
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31