Last Updated on March 23, 2021 by
ભારતીય જનતા પાર્ટીના સાંસદ ગૌતમ ગંભીરે શહીદ દિવસ પર કટાક્ષ કરતું ટ્વિટ કરીને કહ્યુ હતું કે, યાદ રાખો, આઝાદી ફક્ત ફરતા ચરખા નથી અપાવી, ફાંસી પર લટકતા દિવાનાએ અપાવી છે ! હકીકતમાં જોઈએ તો, ગૌતમ ગંભીરનો આ ઈશારો રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી તરફ હતો. તેમને કરેલા આ ટ્વિટ બાદ સોશિયલ મીડિયા પર લોકોએ તેમનો ઉધડો લઈ લીધો હતો. જો કે અમુક લોકોને આ વાત પસંદ પણ આવી હતી.
याद रहे आज़ादी सिर्फ़ घूमते चरखों ने नहीं
— Gautam Gambhir (@GautamGambhir) March 23, 2021
फांसी पर झूलते दीवानों ने भी दिलवाई है! #ShaheedDiwas pic.twitter.com/tZJs2FKttU
ત્યારે ગૌતમ ગંભીરની આ વાત પર લોકોએ ખૂબ ભડાસ પણ ઠાલવી હતી. પ્રદીપ યાદવ નામના યુઝર્સ ગંભીરને શિખામણ આપતા જણાવે છે કે, તમને લોકોને એવું કેમ લાગે છે, ફક્ત કોઈને નીચા બતાવવા માટે સામેવાળાને ઉપર કરો છો. આ બધા લોકો ગ્રેટ લિજેન્ડ હતા. તમારે કહેવાની જરૂર નથી. તમે ખાલી ચાપ્લૂસી કરો.
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31