GSTV
Gujarat Government Advertisement

ટીપ્સ/ ગરમીમાં તમારો ચહેરો થઈ જાય છે ઓઈલી ? તો કરો આ વસ્તુનો ઉપયોગ, દૂર થઈ જશે તમામ સમસ્યાઓ

ઓઈલી

Last Updated on March 2, 2021 by

ઉનાળો આવતા જ લોકોને અનેક સમસ્યાઓ થવા લાગે છે. ખાસ કરીને સ્કિન સાથે જોડાયેલ અનેક સમસ્યાઓ સામે આવવા લાગે છે. એવામાં જેની ઓઈલી ત્વચા હોય છે, તેમનો ચહેરો ઘણો ચિપચિપો દેખાય છે. આ સમસ્યાથી બચવા માટે તમે અમૂક સરળ ટીપ્સ અપનાવી શકો છો. તો આવો જાણીએ કે કઈ ટીપ્સ અપનાવવી.

ત્વચા

સપ્તાહમાં લગાવો મડ માસ્ક

કોઈ પણ માસ્કમાં ઉપસ્થિત ક્લે, સ્કિનના રોમછિદ્રોમાંથી તમામ ગંદકી અને એકસ્ટ્રા ઓઈલ શોષવામાં મદદ કરે છે. તે તમારી ઓઈલી સ્કિનને વધુ ચમકાવવાની સમસ્યાને પણ ઓછી કરે છે. બ્લૂ લૈગૂનનો સિલિટ મડ માસ્કનો ઉપયોગ કરો. સપ્તાહમાં એક વખત તેનો ઉપયોગ કરો. આ મડ પેકને સાફ કરવા માટે મેટિફાઈંગ મોઈશ્વરાઈઝરનો ઉપયોગ કરવાનું ન ભૂલો.

મોઈશ્વરાઈઝરનો કરો ઉપયોગ

તે તમને સાંભળવામાં જરૂર અટપટુ લાગશે પરંતુ એ પૂરી રીતે સાચુ છે કે ગર્મીમાં મોઈશ્વરાઈઝરની જરૂરત હોય છે. વધુ પડતા મોઈશ્વરાઈઝર લગાવ્યા બાદ શરીરમાંથી પસીનો વધુ માત્રામાં નિકળે છએ. મેટીફાઈંગ મોઈશ્વરાઈઝર, સામાન્ય મોઈશ્વરાઈઝરની તુલનામાં ઘણું હલ્કું હોય છે. અને તેજીથી શરીરમાં સુકાઈ જાય છે. તેના ઉપયોગથી ચહેરામાં નમી બની રહે છે અને તે પસીનો આવ્યા બાદ પણ ચહેરામાં ચિપચિપ થવાથી રોકે છે.

ફેસ વાઈપ્સ સાથે રાખો

ગર્મીના દિવસોમાં તમારા ચહેરા પર ઘણી માત્રામાં ઓઈલ નિકળતુ રહે છે અને બને પણ છે. તમારે તમારા ચહેરાને વારંવાર સાફ કરવાનો મોકો મળતો નથી તો તમારી પાસે ફેસ વાઈપ્સ રાખો તો તે તમારા ચહેરામાંથી એક્સ્ટ્રા ઓઈલ અને ચિપચિપને હટાવવામાં મદદ કરે છે.

ટોનરનો કરો ઉપયોગ

તમે તમારી સ્કિનને હંમેશા સ્વચ્છ રાખવા માટે સ્કિન ટોનર ખરીદો. જેમાં વિચ હેજલ હોય. વિચ હેજલ સ્કિનને સુકાવ્યા વગર ત્વાચામાંથી ઓઈલને ઓછુ કરી દે છે. પરંતુ એ ધ્યાન રાખો કે ક્યારેય પણ અલ્કોલહ બેસ્ડ ટોનરનો ઉપયોગ ન કરો. જો તમે તેનો ઉપયોગ કરો છો તો તમારી ત્વચા સૂકાઈ જશે. તેનાથી તમારી સ્કિનમાં ખંજવાળ અને સ્કિનમાં લાલ દાણા થવાની સંભાવના વધી જશે.

ફેસ ઓઈલનો કરો ઉપયોગ

ગર્મીની સીઝનમાં ફેસ ઓઈલ લગાવવું પણ ઘણું ફાયદાકારક થઈ શકે છે. ફેસ ઓઈલને ચહેરાની સ્કિન સરળતાથી શોષી લે છે. તે ત્વચામાં એબ્ઝોર્બ થઈને પહેલાથી ઉપસ્થિત ઓઈલને બેલેન્સ કરે છે. તેને લગાવવાથી સ્કિનમાં તેલનું ઉત્પાદન ઓછું થઈ જાય છે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

અક્ષયે કોરોના સામે જીતી જંગ, 7 દિવસની સારવાર બાદ ઘરે પરત ફર્યો

ગીર-સોમનાથના ગામડાઓ વળ્યાં સ્વયંભૂ લોકડાઉન તરફ, 4 વાગ્યા બાદ આ ગામોમાં સજ્જડબંધનો નિર્ણય

ફફડાટ/ દિલ્હી-મુંબઇ બાદ નાના શહેરોમાં ઝડપથી ફેલાઇ રહ્યો છે કોરોના, આ 3 રાજ્યોમાં સૌથી વધુ ખતરો