Last Updated on April 3, 2021 by
ભારતમાં કોરોનાની બીજી લહેર ચાલી રહી છે અને કોરોનાના કેસમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે. આ સાથે જ ગુરૂવારથી દેશભરમાં વેક્સિનેશન અભિયાનનો ત્રીજો તબક્કો પણ ચાલુ થઈ ગયો છે. ત્યારે આ વાયરસની ગંભીરતા વચ્ચે પણ ભારે મોટી બેદરકારી સામે આવી છે અને તે પણ સ્વાસ્થ્ય વિભાગ તરફથી. કાનપુર ગ્રામીણ વિસ્તારમાં એક એએનએમ નર્સે મહિલાને બે વખત વેક્સિન આપી દીધી હતી.
એક સાથે બે વખત આપી દીધી વેક્સિન
કાનપુરના ગ્રામીણ મડૌલી પીએચસી ખાતે કોરોના વેક્સિન અપાઈ રહી છે. વેક્સિન લેવા પહોંચેલી કમલેશ દેવી નામની એક મહિલાને એક જ સાથે બે વખત વેક્સિન આપી દેવાઈ હતી. કામના સમયે ફોનમાં વ્યસ્ત એએનએમ નર્સે મહિલાને એક જ જગ્યાએ બે વખત વેક્સિન આપી દીધી હતી. બાદમાં મહિલા તેને વઢી એટલે તેણે પોતાની ભૂલ સ્વીકારી લીધી હતી. જો કે, મહિલાના પરિવારજનોને આની જાણ થતાં જ તેમણે હંગામો મચાવી દીધો હતો.
ફોનમાં મશગુલ હતી નર્સ
કમલેશ દેવીના કહેવા પ્રમાણે એએનએમ ફોનમાં વાત કરવામાં ખૂબ જ મશગૂલ હતી. વેક્સિન બાદ તેઓ ત્યાં બેસી રહ્યા હતા અને તેણે તેમને જવા પણ નહોતુ કહ્યું. બાદમાં વાત કરતા કરતા તે એક વખત વેક્સિન અપાઈ ચુકી છે તે ભૂલી ગઈ અને બીજી વખત પણ વેક્સિન આપી દીધી હતી. મહિલાએ જ્યારે શું બે વખત વેક્સિન આપવામાં આવે છે તેવો સવાલ કર્યો ત્યારે નર્સને પોતાની ભૂલની જાણ થઈ હતી. પરંતુ તેણે સામે ગુસ્સો કરીને તમે વેક્સિન લગાવાયા બાદ જતા કેમ ન રહ્યા તેમ કહી ઝગડો કર્યો હતો.
કમલેશ દેવીના કહેવા પ્રમાણે તેઓ સ્વસ્થ છે પરંતુ તેમને વેક્સિન લીધી તે જગ્યાએ સોજો આવી ગયો છે. આ ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ડીએમએ તપાસના આદેશ આપ્યા છે.
Read Also
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31