Last Updated on March 24, 2021 by
બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે મંગળવારે, 23 માર્ચના રોજ ડૉ. રામ મનોહર લોહિયાની 111મી જન્મજયંતિ નિમિત્તે તેમને શ્રદ્ધાંજલિ પાઠવી હતી. તે સમયે રાષ્ટ્રીય જનતા દળ (RJD)ના અધ્યક્ષ લાલુ યાદવે નીતિશ કુમારને નિશાન પર લઈને તેમને ઘૂંટણિયે પડીને નાક રગડીને શર્માંજલિ અર્પિત કરવા કહ્યું હતું.
નીતિશ કુમારે રામ મનોહર લોહિયાને શ્રદ્ધાંજલિ પાઠવતા એક તસવીર શેર કરી હતી. તેને અનુલક્ષીને લાલુ યાદવે લખ્યું હતું કે, ‘હે ઉચ્ચ કોટિના RSSના એજન્ટ અને 30 વર્ષના છોકરા દ્વારા હરાવવામાં આવેલા 40 બેઠકના કરોડરજ્જુ વગરના કથિત મુખ્યમંત્રી, તને લોહિયાજીને શ્રદ્ધાંજલિ પાઠવવાનો નૈતિક અધિકાર નથી, તારે તો શર્માંજલિ અર્પિત કરવી જોઈએ અને તે પણ ઘૂંટણિયે પડીને નાક રગડીને. લોહિયાજીની જયંતિ પર શું-શું કુકર્મ કર્યા છે તેં?’
લાલુ યાદવે નીતિશ કુમારને ટાર્ગેટ કરીને અનેક ટ્વીટ કરી હતી. રેલી દરમિયાન યુવા રાજદ કાર્યકરો પર પોલીસના લાઠીચાર્જને લઈ આરજેડી સુપ્રીમોએ લખ્યું હતું કે, ‘લોહિયા જયંતિ પર નીતિશમાં હિટલર, મુસોલિની અને પોલ પૉટનો આત્મા સમાઈ ગયો છે. તે ક્યારે એટલા જ નિરંકુશ થઈ શકાય તે માટે ઉછળી રહ્યા છે. ગોબેલ્સ, હિમલર, હરમન જેવા તેમના અનેક સહાયકો તો છે જ, હવે હિટલરના SSની રાહ પર કાયદો બનાવીને બિહાર વિશેષ સશસ્ત્ર દળ વડે જનતા પર નિયંત્રણ ઈચ્છે છે. શરમ કરો.’
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.
MUST READ:
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31